Archive for August, 2013

MKD’s Demolition Secrets

August 7, 2013

Hello World,
Keeping an unfortunate mishap at Regent Mall with one death and 35 injured in mind SMC Commissioner Manoj Kumar Das started a spree of demolitions of illegal constructions disregarding curtly the request for stay and purportedly the maintenance of status quo by one Valji Sheta ,the president of Surat Chapter of CREDAI, popularly known and recognized as Surat Builders’ Association.

MKD has dared to touch the main vessel giving everything to none other than NaMo!

Why MKD opted for this option?

Bharat K.Shah has produced X ray, ECG EEG, Whole Body Scan and MRI of Surat’s economy and sociopolitical life.

Surat is sitting on volcano of crime and illegal activities of all sorts. It is a heaven for tax evaders. It is a holly place for political touts and thugs who often represent themselves as an MLA or an MP! It is a resort for the rich, original and fake. Yes, there are few rich families who do not show off, engage in any unlawful activity, do their business with a very low profile, contribute their might to social uplift without any publicity and fan fare usually associated with charity, harbour cultural traditions and enrich themselves with experiences of the new world around them. They have inherited and maintained richness for countable four generations in line.

There are numerous neo rich represented in the guise of diamond merchants; land organizers; builders; land developers; textile magnets and traders; hoteliers ; educationists ; politicians of all hues and contours; smugglers; designers of dress, apparel and buildings; architects of buildings and careers; law interpreters and law breakers; engineers ;medical service providers of all types; retired and in service government officers and employees ranging from class I to class IV; rikhawalahs, taxy owners and commuting contractors; caterers; entertainers; gay, lesbian and bisexual prostitutes; escorts; retired, suspended and in service police men; share brokers; land and estate brokers; and a hoary, dreadful mix of all i.e. .media-persons. The neo rich are the de facto rulers of city government (Surat Municipal Corporation), Taluka and District Panchayats, Offices of central and state governments. The unwritten law of reciprocity prevails here, there and everywhere. Give by one hand and receive by another hand! You take your precaution, i take my, no responsibilities afterwards! Everyone knows the exact price of the opposite one with whom the dealing is in pipe line. Modus operandi of payments is different in every stake. No one is a cheater. Why? Unless and until proved otherwise, everyone is believed to be a gentleman and lady. The impressions and equations change with every new deal.

Surat represents two faces, one straight forward, law abiding, temporarily abusive on occasions and friendly after the spell of angry bout, peace loving and always meaning business for business. This Surat has only one meaning for religion and there is no mix up of religion with daily routine life. Usually there is minimum hypocrisy about religion and its implementation in practice. The other Surat is volte-face of the first one. Absolutely hypocritical, it has synthetic smiles and double meanings for religion, law, practice, humanity, justice, philanthropy and charity. This face is symbolic of 60-40 or 70-30 or 50-50! 60 % in white (number one) and 40 % in black (number two)! Proportion of this percentages change to suit the convenience of the concerned. Mortal and immortal gods are not free from this reality. It is more or less representative of the malady encircling India and Indians by neck and heart. It is now impossible to be free from it. Generation after generation has been corrupted and anyone free from it is alien. Here de facto supersedes de jure. Meaning of morals, values, religion and norms differs from person to person, day to day, circumstance to circumstance and moment to moment.That is the life.

Original natural citizens of Surat are in nano minority. The majority of today’s Surties are migrant settlers, aliens from almost all the states and corners of India. It is a miniature India. Whatever progress is visible, it has taken a very heavy tall on original Surties comprising mainly of Khoja,Kanbi,Khatri,Gola,Ghanchi,Teli,Luhana,Nagar,Brahmins, Nepali and Garhwali Gorkhas,Tibetans,Kadia,Kumbhar, Suthar, Bania, Vohras,Pathans, Memons,AngloIndians,Kharvas,Machchies, Weavers,Dyers and Printers, Sunnies, Gunners,Bhois,Luhars, Halpaties, Adivasi Chaudharies,Sidies,Anavils,Firangies (Portugese,British,French,Armenians,Dutch),Sumerians,Turks,
Moghuls, Marathas,Jews and Parsies. The day Surat Textile Market was inaugurated, the downfall of original Surties started. As it has happened with migrant settlers abroad, new Surties transferred the most of the profits to their fatherlands or motherlands. The spill over or say the left over is invested in and around Surat. Surat was invaded by all powers and few of the invaders settled here. Recently new hoards of new invaders in the form of illegal entrants from Pakistan, Bangla Desh and Myanmar, the most of them, Muslims have landed in and around Surat. They are now more or less part of Surat’s population.

Surat, Suraties and Tapi welcomed everyone, facilitated their stay, and provided bread and butter. That was translated into illegal constructions.No one feared any law and any law enforcement agency. Irrespective of caste, creed, religion, native place and now nationality of the immigrants, every one is very accommodative to other one….when there is money to grease the palm …! It can be said that it is extremely difficult for any body to show a single building which does not have any trace of illegality.

With this very comprehensive study of Surat’s milieu, let us examine the issue in wider perspective.

NaMo @ Narendra Modi is busy roaming Bharat@India to get recognition and win over the confidence of ranks and files of BJP and thereby getting self assurance to win a clear majority for BJP in the forthcoming Lok Sabha Election-2014. While he is riding a horse up hill to be the next prime minister of India, his own backyard is rendered vulnerable to intraparty rifts and rivalries for number 02 position. BJP’s who is who are all busy in deciding ‘after NaMo who?’ Government officers have started independent decision making without looking into the pros and cons of the steps taken to implement these decisions. With Durga Shakti Nagpal episode in mind, NaMo or his agents can not dare to touch these independent officers. There is no dearth of such officers. NaMo himself has notoriety amongst such cadres.These officers are cleverly transferred, shifted, shunted to non obscure, remote places on postings of no importance or significance. Performance of NaMo and his government is no better than that of Mulayam-Akhilesh duo, Ghehlot, Mamata, Hooda and Jaya. There is no difference in degree and/or kind.

Is MKD @ Manoj Kumar Das such an officer to reckon with? Does his recent demolition spree represent a sporadic or seasonal incident?Does he desire to convey ‘something’ other than his love for law? Does he intend to show city fathers their exact position? Does he desire to draw a line, thicker, longer and inerasable, than the lines drawn by his predecessors namely (Vir) Surya Deora Rao(@Raosaheb), (Mahavir) Jagadissan and Aparna (Madam)? What made them and their career memorable and part of Surat’s history? Was any one of them really that powerful as glorified and picturised in media? Was the media hype created then a clever orchestrated move by them? If so, what was the consideration for that? Was it a regular monthly pay packet business with media’s who is who? What happened to MKD’s predecessors after they left Surat? Did they receive any media attention? If not, why? Is it not true that political requirements of the then masters allowed them the freedom to undertake maneuvers helpful in earning accolades? Why they are in oblivion now? In Surat or elsewhere IAS or IPS commissioner is only one, outside Surat he/she is one of many IAS and/or IPS officers. That makes them responsible for every count on good and bad. They get rare opportunity and enviable freedom to be pubic heroes enjoying terrible media exposure that can easily turn a mouse into a tiger.

Is it not possible that NaMo@ Narendra Modi is enjoying the predicament of Surat’s de facto rulers? Is it not possible that MKD would provide a fresh pretext of fund collection or say protection money to safeguard illegal structures and constructions not covered and legalized till now? Is it not true that almost all commercial high rise buildings, malls and markets, leave aside the industrial complexes, have circumvented rules meant to be implemented during construction? Is it not true that the majority of public figures and leaders have stakes in these establishments?

If MKD adjusts him self in status quo mode, then he has to find himself accommodating with three forms of corruption rampant from the day 01 of SMC. These three forms are prism, pyramid and malleable as well as nonmalleable tube. His predecessors adjusted, accustomed and accommodated in due course of time. It is not Aladdin’s Jin but it is NaMo’s Jin! The peculiar feature of this Jin is that despite this Jin NaMo and his government is always said to be corruption free. NaMo can venture to engage international agency for long for publicity. Everyone works free of charge! Don’t you understand?

One example is sufficient for the health of SMC’s employees. Female sweepers are known to sub let or out source their job to the needy and unemployed two or three female sweepers and pass their service time in other decent jobs to earn much more extra money. Every fourth or fifth employee would be found inebriated during duty hours.They just don’t get kicks without spirits! City fathers too are often reported to join them in certain special moments! The pit holes or cavern ins of newly built roads,protection walls,bridges,buildings and
flyovers are proportional to prism, pyramid or tube mode of corruption, whichever was suitably practiced. It was practiced in Congress days. BJP has streamlined and perfected it to suit the needs! MKD or any one can not usher in any change in this system.

If MKD @ Manoj Kumar Das has embarked upon without any of such perceived ideas and /or notions, it will be interesting to observe the future course of actions on his part. It will be equally important to know the reactionary move by NaMo and/or his second in command. NaMo is well known for his continuous ultra vindictive stance vis a vis independent IAS and IPS officers, Judges and other politicians of stature. He has always undermined judiciary and adopted belligerent attitudes in cases which are/were uncomfortable to him and his interests. He has created impression that he is the law and he is above any law!

MKD, the man Friday in question is on threshold of risks and benefits, advantages and disadvantages, popularity and notoriety, action and inaction, promotion and demotion, transfer and suspension!
Good luck to him.

i take liberty to present the original article.

I quote,

“વર્તમાન પ્રવાહ
સુરત અને દમણથી પ્રકાશિત ગુજરાતી દૈનિક
તા. ૩-૮-૨૦૧૩

વર્તમાન પ્રવાહ- આપણો, સૌનો અરીસો
ભરત શાહ, ૯૮૨૫૦૯૧૬૭૮
સુરત

દાસની ભાંગફોડનું રહસ્ય

એક, પાંચ અને બારનો વિવાદ આકાશે પહોંચે અને દેશના ફક્ત બીપીએલ કાર્ડધારકોને જ નહિ, પ્રત્યેકને પેટ ભરવાની ચિંતા ટળે એવી આશા પેદા થઇ અને મીડિયાના રીડિયારમણને લીધે ભોંયભેગી થઇ. એક, પાંચ અને બારના બોલવીરો, આપણા ગુજરાતના પાંચમા અને આઠમાના વિવાદમાં ગુજરાતી વિદ્યાર્થીઓની અગણિત પેઢીઓ બરબાદ થયેલી, તેવું કોઇ નુકસાન કદી કરી શક્યા નહિ. બધા યે ગરીબો, બીપીએલ કાર્ડવાળા અને મનરેગાના ઓળખપત્ર ધરાવનારા સહિતના, બોલવીરોની ધાણી ફૂટી ત્યારે જ સમજી ગયેલા કે આ ત્રણે મહાનુભાવો પણ મફતિયાઓ છે જેમણે કોઇ દિવસ પરસેવો પાડીને પૈસો સુધ્ધાં કમાયો નથી અને ખરેખરા બીપીએલવાળા છે ! બાપના પૈસે લીલાલહેર કરનારા આ ઠગભગતો મનમોહનજી અને સોનિયાજીને રાજી રાખવા જ આવા લવારા કરે તે સૌ સમજી ગયેલા. આવા મફતિયાઓનો આ દેશમાં ક્યારેય દુકાળ પડયો હોવાનું જાણ્યું નથી.

અરીસામાં ચહેરો સ્પષ્ટ દેખાવાનું શરૃ થાય ત્યાં તો તેના પર વરાળનાં અને ધૂળનાં આવરણો બંધ ઘરમાં આપમેળે આવી જાય ! ધૂળ અને વરાળને કંઇ ખુલ્લાં મોટાંમસ્સ બારણાની જરાયે જરૃર નહિ. નાનકડી તડ યા ફાટ પણ આ બેને અનુકુળ આવે. મેઘરાજા મલ્હારનાં અવનવાં રૃપો સંભળાવે, દેખાડે અને કેસરિયાઓની મતબેન્કોમાં મોટાં ગાબડાં પડવાની સંભાવના ઉત્પન્ન થાય તેમ આ ધૂળ અને વરાળને લીધે કંઇ કેટલાયેના આશા અરમાન ચકનાચૂર થઇ જવાના સંજોગો પેદા થયા છે. આવા બધાઓ માટે એક સાંધે ત્યારે તેર તૂટેની પરિસ્થિતિ પેદા થાય… જેને બે છેડા ભેગા કરવાની જ ચિંતા હોય તેને આ ધૂળ અને વરાળ નડે નહિ. પણ ગોવામાં ભવ્ય ચિંતન કરીને, તાજામાજા થઇને પરત આવેલા આધુનિક સુરતના વિશ્વકર્માઓને આવી ધૂળ, વરાળ અને મેઘમલ્હાર નડી ગયાં. આ વિશ્વકર્માઓમાં કોણ નથી ?

હીરા, કાપડ, ખાણીપીણી, શરાબ અને શબાબ, જમીન લેવેચ, દાણચોરી અને બધા કરતાં યે પોતાની ઝીરો મૂડીવાળો રાજકારણનો ધંધો ચલાવી પૈસાપાત્ર થયેલાઓ બાંધકામ યાને રીયલ એસ્ટેટમાં કૂદી પડયા છે. હવે તે બધા ચિંતામાં ગળાડૂબ થઇ ગયા છે. નમો તો ભારતસમ્રાટ થવાની લ્હાયમાં અશ્વમેઘ કરવા ભારતરમણ કરવા નીકળી પડયા છે અને આ સોહરાબ ઉર્ફે મ્યુનિસિપલ કમિશનર મનોજકુમાર દાસ કોઇને સાંભળતો નથી ? અમે સુરતના વિશ્વકર્મા એમ થોડા થઇ ગયા છીએ ? કેટલાયે રસ્તે ચાલનારાને અમે કોર્પોરેટર બનાવ્યા. તેમાંના અમારું કહેલું કરનારાઓને ધારાસભ્ય બનાવ્યા. અમારા પણ ગુરુ બને તેવા મહાકૌભાંડીઓને ધરાર લોકસભામાં ટિકિટ અપાવીને ચૂંટાવ્યા. અરે ! ચાર છ કરોડ ખર્ચીને પેલા બેનને તો રાજ્યસભામાં મોકલી દીધેલા ! મા સરસ્વતીની સાધના કરવા અનામત રખાયેલી જમીન સિક્કે એ જ શારદામાની ભગિની ન્યાયદેવી જરા વાતમાં શરત ચૂકમાં રહ્યાં એટલે છૂટી કરાવી લીધી. બધું પાછું કાયદેસર…

કાયદો બનાવે કોણ ? અમારા જ ટટ્ટુઓ… તેનું પાલન કરે કોણ ? અમારા જ ખચ્ચરો ! ગાંધીનો ચારો નાંખ્યો તેથી અને ટટ્ટુઓ તેમજ ખચ્ચરો તાજામાજા થયા નથી… તેમાં પાછા ધોળિયા અને કેસરિયા માલિક થઇને માલિક થવા જાય તેમાં તો અમારી વિશ્વકર્માની ખરી જાહોજલાલી પેદા થઇ જાય. અરે સૂર્યદેવરા રાવને ‘રાવસાહેબ’ બનાવ્યા કોણે ? જગદીશનને ‘મહાવીર’ જગદીશન બનાવ્યા કોણે ? પેલાં બેન… નામ શું ? અપર્ણા કે અર્પણા ? સુરતમાંથી રવાના થઇ ગયાં ત્યાં સુધી તેઓનું સાચું નામ અને જોડણી કોઇને બતાવતાં પણ નહિ ગયાં… પણ સુરતમાંથી ગયાં ત્યારે ‘અપર્ણામેડમ’ થઇને ગયાં… એમ તો એવું કહેવું સાચું છે કે અમે વિશ્વકર્મા બન્યા તે તો રાવસાહેબ, મહાવીર જગદીશન અને અપર્ણા મેડમને લીધે જ… તેઓને શું મળ્યું તે તેઓ જાણે… ગાંધીજીની પ્રાપ્તિ થઇ હોય તો એટલી તો નહિ જ હોય કે સુવાના પલંગના ગાદલાંમાં અને બેઠકરૃમની ગાદીઓમાં રાખવા પડે… આજે તેઓ ક્યાં છે ? ગાંધીનગરમાં કે નવી દિલ્હીમાં ? જગદીશન દેખાયા હતા ખરા… પી. સી. ચિદમ્બરમ્ના ભાષણમાં… હવે ‘મહાવીર’ જગદીશન અર્થશાસ્ત્રના સાચા પાઠ શીખવા તૈયાર થતા હોય તેવું લાગે છે. અરે નમો ! તમે ક્યાં છો ? આ જાણ્યું ? તમારો કયો અધિકારી ક્યાં શું કરે છે તેની તમો જેટલી માહિતી રાખો છો તેના કરતાં વધુ સચોટ માહિતી આ અધિકારીઓ પાસે હોય છે. કોની ? ફક્ત નામોની જ નહિ આખી મફતિયા જમાતની… બધા કંઇ સિધ્ધરાજ જયસિંહ થોડા હોય ! તેઓ જ બર્બરકજિયણુ હતા… તે પછી કોઇ થઇ શક્યો નથી. મડાપચીસીવાળા વૈતાળના માલિક વીર વિક્રમને ભૂલી જવામાં જ સાર છે… વીર વિક્રમે સુધ્ધાં વૈતાળને ખભે રાખીને રાત વેંઢારવી પડતી… ત્યારે વૈતાળના પ્રશ્નનો સાચો ઉત્તર મળતાં જ વૈતાળ ખભેથી ઉતરવાનું નામ લેતો… સુલ્તાન મહમૂદ ‘બેગડો’ દુનિયાભરનાં ઝેર પચાવી ગયેલો પણ તેની પાસે સુધ્ધાં બાબરો ભૂત નહોતો ! નમો આ કોઇની કક્ષામાં આવી શકે તેમ નથી…

આ સુરત મહાનગર સેવાસદનવાળો દાસ છે કોણ ? અમો સૌ વિશ્વકર્માઓએ બાંધેલાં અદ્યતન મંદિરોને ખાંડાં કરવા નીકળી પડયો છે ? એને સુરત મોકલ્યો કોણે ? નમોએ… નમો કોના ? બીજા કોઇના નહિ. હવે શું કરવું ? અમોએ રચેલી સુંદર સુરતની સુરત યાને સૂરત બગાડવાના ચાળે એ ચડયો, પણ એને ખરા રહસ્યની તો ખબર જ નથી. બધાયે રૃસ્તમોનો આ બધા પ્રોજેક્ટમાં ભાગ છે ! પણ આ રિજન્ટ મોલવાળા અભિષેક રાઠીને તે શું સૂઝ્યું કે પિન્કેશની ચલણી નોટ વડે વધુ પિન્ક ધનવાનો ચાળો સૂઝ્યો ? હવે શહેરે સુરતમાં જેટલાં મકાનો છે તેમાં કાયદેસરનાં કેટલાં અને ગેરકાયદેસરનાં કેટલાં તેનો સર્વે કરાવશો તો આખું શહેર તોડવું પડશે ! તેમાં તમારા વરદીધારી અધિકારીઓ, કર્મચારીઓની કોઇ જવાબદારી ખરી કે નહિ ? ધોળિયા અને કેસરિયા ટટ્ટુઓ અને વરદીધારી ખચ્ચરોની જમાત ભેગી થઇને દાસને દાસ બનાવીને રહેશે… અરે, મહાનગરપાલિકાને બીજું કોઇ કામ નથી કે તમે ગેરકાયદેસર મનાતાં બાંધકામોને તોડવા નીકળી પડયાં ? પહેલાં પૂછો નરોત્તમ પટેલને, પછી પૂછો નીતિન પટેલને, પછી પૂછો નપાણિયા સંસદ સભ્યોને ! તેઓને નપાણિયા જ કહેવા પડે, કેમ ? કોઇપણ ફાળો જોઇતો હોય, શહેરની ચોકી કરવાનો અસલામ જોઇતો હોય, ટ્રાફિક બ્રિગેડનાં કપડાં સિવડાવવાનાં હોય, મુખ્યમંત્રીના રાહતભંડોળમાં ચેક આપવાનો હોય, સદ્ભાવના પેદા કરવી હોય, ઉત્તરામંડળમાં રકમ ‘નમો’એ આપવી હોય, શહેરની શાન વધારવા કમાન કે ગેટ બનાવવા હોય, અરે, પોલિસ ચોકી કે સ્ટેશન બનાવવાં હોય, તો રૃપિયા બધા અમારે કાઢવાના ! આ ધોળિયા અને કેસરિયાઓ કંઇ થોડા ખાલી ખમ્મ છે ? બધા યે ઘરમાં ગાંધીજી ઉપર ગાંધીજી ધરબીને બેઠા છે. એ ગાંધીજીને ચોખ્ખી હવા મળે તે માટે પણ બહાર કાઢે તો એ બધા હરામના પેટના ! બધો માર અમારે ખાવાનો ! માલ તમારે ખાવાનો ? આ ક્યાંનો ન્યાય ? કોઇક તો રોકો… આ બલાને… શહેરમાં ગંદકી, મચ્છરો ઓછાં થઇ પડયાં… ઝેરી મેલેરિયાના કેસ ઘટી ગયા… સેવાનાં કારખાનામાં બંધ થયાં કે આ મહાનગર સેવાસદનવાળા ખરી સેવા બજાવવા નીકળી પડયા ?

આ સોહરાબે સેવાસદન સુરતની ખરી મકસદ કોઇ બીજી જ જણાય છે. કંચન, કામિની અને કલદારનો આ સેવક જણાતો નથી. એ માટે ઘણા મોકા મળવાના છે, મળશે એન ખાત્રી આ અરીસાધારકને છે. નમો અશ્વમેઘ કરવા નીકળ્યા છે તે મોકો સારો છે. રાવસાહેબ, મહાવીર જગદીશન અને અપર્ણામેડમના કરતાં પણ ઉત્કૃષ્ટ ફરજ બજાવીને ખરા કર્મવીર બનીને આ ત્રણેની લીટી નાબૂદ યા નાની કર્યા વિના તેઓની લીટીની નીચે સ્વતંત્રપણે ચોથી મોટી, જાડી, ભૂંસાય નહિ તેવી લીટી દોરવાનો મોટો રિજન્ટ મોલે આપી દીધો છે… પ્લાન અનુસાર થયું હોય તેવું એક પણ સરકારી કે ખાનગી બાંધકામ કોઇ બિલ્ડર, આર્િકટેક્ટ બતાવી શકે તેમ નથી. પોલીસચોકીઓ અને પોલીસસ્ટેશનો પણ ગેરકાયદેસર કહેવાય તેવાં છે. બધાં બાંધકામોની ગુણવત્તા પરથી તો ક્વોલિટી કન્ટ્રોલવાળાની ક્વોલિટી અને કસ નક્કી થઇ શકે… કોઇપણ ઇસમ કસવગરનો નથી. સુરત મહાનગરપાલિકા, સુડા, કલેકટરાલય, પ્રાંત કચેરીઓ, નિગમો, હવે નુડા, અને ટ્વીનસિટી ઓથોરિટી બધે બધ ૪૦ના માપમાં ૪૪ના થઇને રહેનારાઓ કસવાળા, ખૂબ કસવાળા જ બેઠા છે. નમોને સંજયદૃષ્ટિ દ્વારા દિવ્ય દૃષ્ટિ પ્રાપ્ત થયેલી છે. ભારતને કોઇપણ ખૂણે હોય તેઓ તો સર્વવ્યાપી છે. તેઓ એવું વિચારતા હશે કે આ દાસ નામનું ગલુડિયું છો ને કરતબ કરતું… હવે પછીની ચૂંટણી અને તેવાં અનેક સેવાના કાર્યોમાં પ્રસ્થાન કરવા શુભમુહૂર્તમાં નાળિયેર ફોડવા અને શ્રી મહાલક્ષ્મી પ્રસન્નોસ્તુના મંત્રજાપ માટે આ દાસનો જ ઉપયોગ કરાશે… ભીષ્મની હત્ય અર્જુનથી એમ કાંઇ થોડી થાય ? શિખંડીને આડમાં રાખીને અર્જુને ભીષ્મને બાણશય્યા પર ઉત્તરાયણના પર્વની રાહ જોવા સુવડાવેલા. આ દાસ નામના ગલુડિયાને નમોએ અને એમના સુભટોએ જાણી સમજીને વિચારીને જ રમતું કર્યું છે… બહુ બહુ તો એની લીટી લાંબી, મોટી, જાડી થશે… અને તે પણ જો કંટ્રોલમાં નહિ રહે તો દુર્ગાશક્તિ જેવી દુર્ગામાતા પણ સસ્પેન્શનના અને બદલીના ચક્કરમાં પડી ગઇ… હવે સુરતમાં એક અસ્થાના સાહેબ આઇપીએસ એસોસિએશનના મોવડી છે… હજુ આઇ.એ.એસ. એસોસિએશન કે સચિવાલયનાં કર્મચારી મંડળો બધા સુતેલાં છે… ચૂંટણી સુધી સુતેલા જ રાખવાનાં છે… ત્યાં સુધીમાં કોલક, ઔરંગા, અંબિકા, પૂર્ણા, તાપી, નર્મદા, ઓરસંગ, મહીસાગર, વિશ્વામિત્રી, ઢાઢર, મેશ્વો, સાબરમતી અને સૌરાષ્ટ્રની ફરી વહેતી થયેલી શેત્રુંજી અને તેની ભગિનીઓમાં કેટલાંયે વારિ વહી જશે…

આ તો થોડામાં ઘણું…”

i unquote.

Traffic Jam at Jhadeshwar

August 2, 2013

Hello World,
Bharat K.Shah’s following article analyses the present situation.
Traffic jam at Jhadeshwar Bridge on Narmada River near Bharuch, Gujarat is symbolic of
(1) Political and administrative stand off in Gujarat,
(2) inertia and/or inability to be effective on the part of Ahmed Patel and Tushar Chaudhari,
(3) unhealthy center-state relationship,
(4) failure of public grievances’ redressal system,
(5) callous attitude of National Highway Authority of India,
(6) poor standard of bridge construction engineering and technology,
(7) corrupt practices adopted at every stage in public works,
(8) lack of effective punitive provisions against government officers, contractors and engineers responsible for poor quality of work
(9) public apathy or sense of helplessness on the part of commuters using the bridge,
(10) financial mismanagement and corrupt practices in granting powers to collect toll tax,
(11) apathy on the part of agency to collect toll tax for maintenance and repair of bridge,
(12) ineffective and /or uselessness of three tier ministry at center and state and
(13) lack of political understanding and farsightedness on the part of Gujarat’s (BJP) Govt. represented by NaMo and UPA’s (Congress) Govt. represented by Ahmed Patel.

i quote,
“વર્તમાન પ્રવાહ
સુરત અને દમણથી પ્રકાશિત ગુજરાતી દૈનિક
તા. ૧-૮-૨૦૧૩
વર્તમાન પ્રવાહ- આપણો, સૌનો અરીસો
ભરત શાહ, ૯૮૨૫૦૯૧૬૭૮
સુરત
ઝાડેશ્વરનો ટ્રાફિક જામ
આજકાલ જ્યાં ત્યાં ટ્રાફિક જામ અને તેના કારણે સર્જાતા પ્રશ્નો સૌને પજવે છે. પ્રશ્ન એ છે કે ટ્રાફિક જામ કોને નડે અને કોને કનડે? સામાન્ય માણસ એટલે કે નોકરીએ જતો, મજૂરીએ વેળાસર પહોંચવા હડિયાપટ્ટી કરતો, જાત્રાએ જતો યા ફોકટની સહેલસપાટે નીકળેલો નાગરિક પોતે પોતાને ગમે તેટલો મહત્વનો સમજતો હોય તો પણ ટ્રાફિકના તેને થતા નડતરની કોઇ કિંમત નહિ. નોકરીમાં મોડો હાજર થયેલો કારકુન ઓફિસમાં કહી દે કે ટ્રાફિકમાં ફસાયેલો… એનો સાહેબ પણ એવા જ માન્ય ટ્રાફિકમાં ફસાતો હોય… અવારનવાર ફસાતો હોય એટલે સમજે કે આ તો આપણો હમસફર… શરીરશ્રમ વેચનારા મજૂરનો કોણ સાહેબ… જે હોય તે, તેને મજૂર કહી દે કે જાવ, અત્યારથી જ હું છુટો… કાલથી નહિ… પેલો ક્યાં જાય ? અરે ભાઇ ! હું ક્યાં કહું છું કે તું છુટો… તું નહિ, હું જ બંધાયેલો… હવેથી મોડું નહિ થાય તે રીતે પવનપાવડીએ આવ ભાઇ… સાથે તારી ઘરવાળીને અને છૈયાં છોકરાંને પણ લેતો આવજે… બધાંયેનું થઇ રહેશે…. જાત્રાએ નીકળેવાને બહુ બહુ તો ટ્રેઇન-બસ ઉપડી જવાનું ટેન્શન રહે… તેમાં પણ રીઝર્વેશન હોય તો થઇ ગઇ જાત્રા… શરૃ થતાં પહેલાં જે ટ્રાફિકમાં રહ્યે રહ્યે, ઊંચાનીચા થતાં થતાં સ્ટોકમાં હોય તે સરસ્વતીવચનોથી સહપ્રવાસીઓ કે નાનામોટાં કુટુંબીજનોનો ભાષાવૈભવ વધારવાનું કામ શરૃ… ફોકટની સહેલસપાટે નીકળેલો મોજીલો તો ટ્રાફિક જામને આનંદ પ્રાપ્તિની ધન્ય ઘડી સમજીને હરખાય… અનેક પ્રકારના માણસોની નાનાવિધ ક્રિયાઓ અને પ્રતિક્રિયાઓ જોવાની મજા કોઇએ લીધી હોય તો આ નિર્દોષ પ્રવૃત્તિના લાભાલાભ સમજાય… ફોકટમાં ફરવા નીકળેલા… આનંદપ્રાપ્તિ પણ ફોકટમાં…
ખરો પ્રશ્ન સર્જાય અત્યંત કામઢા અથવા મહત્વના કહેવાય, ગણાય તેવી ખુરશીએ બિરાજેલા, વરાયેલા, ચોંટેલા મહાનુભાવ અને તેની તહેનાતમાં આગળ પાછળ ચાલતી, દોડતી, મોબાઇલમય રહેતી વરદીધારી યા સિવિલ ડ્રેસવાળી જમાત માટે… તેમાં પણ જો આ મહાનુભાવ (ભારત સામ્રાજ્ઞાી) સોનિયા ગાંધીના વજીરે ખાસ અહમદ પટેલ હોય તો શું થાય ? વળી તેઓ જે સ્થળે ટ્રાફિકામાં ફસાય તે જગ્યા જો નર્મદા નદી પરનો ઝાડેશ્વર પુલ હોય કે તેને આ બાજુથી કે પેલી બાજુથી જોડતો નેશનલ હાઇવે હોય તો…
… થઇ રહ્યું ! કેન્દ્રના માર્ગ અને પરિવહન મંત્રાલયના બાબુઓ અને પહેલી, બીજી કે ત્રીજી કક્ષાના મંત્રીઓનું આવી બન્યું… તાજેતરમાં કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રીઓ ઓસ્કાર ફર્નાન્ડીઝને અને તુષાર ચૌધરીને ભરૃચ દોડી આવવાની ફરક પડી હતી… કેમ ? અહમદ પટેલ પાસે ઝાડેશ્વર બ્રિજ અંગેની ફરિયાદોનો ઢગલો થઇ ગયો કે અહમદભાઇ @ બાબુભાઇ, તેમના પત્ની મેમુનાબેન કે નજીકના કુટંબી યા છોટે બાબુભાઇ @ ફૈઝલભાઇ યા છોટેબાબુના સવાયા કાશ્મિરી પત્ની ઝૈનબબાનુ કે બીજું તેવું જ કોઇ જે અહમદભાઇને કામનું યા મહત્વનું હોય તે આવો ટ્રાફિક જામમાં અત્યંત ખરાબ રીતે ફસી ગયું હોય અને તેમાંથી મળતો ફોકટ આનંદ લેવા શક્તિમાન રહ્યું નહિ હોય!! વજીરેખાસના વતનના ગામ પિરામણમાં ભલે હવાપાણી પ્રદૂષિત થઇ ગયાં હોય… ભલે ત્યાંના સ્થાનિકો અંદરખાનેથી બાબુભાઇના ભારે પ્રશંસકો હોય… તે તો બધું બાબુભાઇએ એકલપંડે કરેલા, સાધેલા વિકાસને લીધે જ હોય ને !! ભરૃચના એક સમયના મહારાજા જેવા સંસદસભ્ય અને પાછા ભારતસામ્રાજ્ઞાીના વજીરે ખાસ… તેમના પિરામણ ગામે જવા આવવામાં આવી બધી અડચણ પડે તે કેમ ચાલે ? કોણ છે તેનો જવાબદાર અધિકારી ? પહેલો વાંક તો અહમદ પટેલનો જ નીકળે… પણ આ વજીરેખાસને કોણ કહે કે ભાઇ, તમે આટલાં વર્ષો નવી દિલ્હીમાં બેઠા રહ્યા… ને આજે જ કેમ ખબર પડી કે ઝાડેશ્વર બ્રિજ પર ભયંકર ટ્રાફિક જામ થાય છે… હવેથી અહેમદ પટેલ એમના ગામ નજીક ઉડન ખટોલા ઉતરે તેવી સગવડ કરવાના છે… ગામના લોકોને જુદા જુદા પ્રકારના ઉડનખટોલા જોવા, જાણવા મળશે… તેમાં બેસવા નહિ મળે. એમાં વપરાતું ઇંધણ જો ભરૃચ, અંકલેશ્વર, પાનોલી, સુરત સહિતનો કોઇ ઉદ્યોગપતિ યા એન્ટીલીયાવાળા મુકેશ અંબાણી કે તેવા જ કોઇ સખીદાતા જ્ર સખીલાભાર્થી પુરાવી આપે અને સાથે યાન પણ આપે તો પણ ગામલોકોને એમાં બેસાડાય નહી… કેમ ? તે ભોંયભેગું થયું તો ? ગામલોકોનો એટલે કે મતદારોનો જીવ ઘણો કિંમતી… ચૂંટણી નજીકમાં હોય ત્યારે તો ખાસમ્ખાસ!!
ચૂંટણીના પાટે ચડી ગયા પણ પેલા ઓસ્કાર ફર્નાન્ડીઝે અને તુષાર ચૌધરીએ નવી દિલ્હીથી દોડી આવીને ઉકાળ્યું શું ? ભરૃચ આવ્યા, ભરૃચના દાણા અને ચીકી ખાઇને કોલેસ્ટોરોલમાં વૃદ્ધિ કરી. તુષારભાઇ તો પાછા એમ.એસ. યુનિર્વિસટીના એમને માટે જ બનાવાયેલા ખાસ નિયમના લાભાર્થી એવા મેડિકલ ડોક્ટર… ડોક્ટરીનું ખાતું હોય તો સમજ્યા પણ માર્ગ અને પરિવહન મંત્રાલય… ચાલો સમજ્યા, માથે પડે તો બધું યે આપોઆપ આવડી જાય… કામ કામને શીખવે ! ભાઇ, પણ મંત્રાલયમાંની કચેરીમાં એમના ટેબલ પર કોઇ ફાઇલ હોય તો ને ? ખબરીઓ એવું કહે કે કેબિનેટ રક્ષાના પ્રધાનો એવું ઇચ્છે કે એમના હાથ નીચેના પ્રધાનોને બિચારાને આરામ જ કરવાની, આખા દેશમાં સરકારી ખર્ચે ફરવાની, દિલ્હીની (ડે એન્ડ) નાઇટ લાઇફનો આનંદ માણવાની ઉત્તમ તકો આપવી… સમય આવ્યે, અવેજીમાં ઉદઘાટન કરવાનો કે તસવીરો પડાવવાનો લાભ આપવો… એ સિવાય કોઇ નીતિનિર્ણયનું કામ કે તેની જવાબદારી કે તેમાંથી મળતા લાભાલાભ આવા પ્રધાનોને આપવા નહિ. ખાસ આવં જ કારણોને લીધે રાજ્યોના મુખ્યપ્રધાનો અને વડાપ્રધાનના શિરે લાંબુંલચક લિસ્ટ થાય તેવાં ખાતાંનો ભાર હોય છે… તેમાં યે પાછું સમપ્રમાણમાં લાભાલાભવાળું પાસું તો ખરું જ…
ઓસ્કાર ફર્નાન્ડિઝ અને તુષાર ચૌધરીએ ભરૃચ આવીને, ઝાડેશ્વર બ્રિજની ટ્રાફિક સમસ્યા જાણી સમજીને લાગતાવળગતા સ્થાનિક અધિકારીઓને તાકીદ કરીને જાહેર કર્યું કે રીપેરીંગ હેઠળનો જૂનો બ્રિજ ફક્ત ત્રણ મહિનામાં ચાલુ કરાશે અને નવા પુલનું કામ હવે પછીના ફક્ત ત્રણ વર્ષમાં પુરુ કરાશે. આનંદો… નેશનલ હાઇવે નંબર આઠનો વપરાશ કરનારાઓ… ભરૃચી નાગરિકો ભરૃચી સિંગદાણાના છોડાંમાંથી યે જ્યાર ેતેલ કાઢવાની ફિકરમાં હોય ત્યારે આવી નકામી છોડાં જેવી જાહેરાત તો આ પ્રધાનો નવી દિલ્હી બેઠેબેઠે પણ કરી શક્યા હોત ! અહમદ પટેલ પણ આટલા વર્ષોના મહાઅનુભવી. તેઓએ પણ આવો ખેલ કેમ પાડયો ? તુષાર ચૌધરી તો છાશવારે ગુજરાતમાં આવે, કેમકે, તાપી જીલ્લાનું વડુંમથક વ્યારા તો એમના વતનનું નગર… તેઓને ઝાડેશ્વરના ટ્રાફિક જામનો અનુભવ આજ સુધી થયો જ નહિં હોય ? કે પછી કંઇ ઉપજતું જ નહિ હોય ?
પ્રશ્ન અહમદ પટેલ અને તુષાર ચૌધરીના એકવારના કે અવારનવાર થયેલા અનુભવનો નથી. નેશનલ હાઇવે ઓથોરિટી એક સ્વાયત્ત સત્તામંડળ, ગુજરાતમાં હોય કે મહારાષ્ટ્રમાં, સ્થાનિક સરકારે અને તેના વહીવટીતંત્રે એને અનુકુળ થવાનું. ભરૃચના ધારાસભ્ય દુષ્યંત પટેલ અને તુષાર ચૌધરીએ રીતસરનું વાક્યુદ્ધ અખબારી પાને ચડાવ્યું. આખું ગુજરાત જાણે છે કે ઝાડેશ્વરનો જૂનો પુલ તો જે દિવસે એનું ઉદઘાટન થયું તે દિવસનો જ રીપેરીંગમાં છે. એના કોન્ટ્રાક્ટર અને તેને મંજૂરી આપનારા બધાના તોબારા એ વાતે ચડી જાય કે સદી વટાવી ગયેલો ભરૃચનો ગોલ્ડન બ્રિજ હજુ યે અડીખમ છે અને શ્રેષ્ઠ એન્જિનીયરીંગ ટેકનીક અને નિર્માણકળા સાથે બનેલો ઝાડેશ્વર બ્રિજ પહેલા દિવસથી જ બિસ્માર છે ! એના રીપેરીંગમાં આજ સુધીમાં કેટલો ખર્ચ થયો ? નવો બ્રિજ બની જાય તેટલો તો નહિ જ હોય ? ટોલટેક્ષ ઉઘરાવ્યો કોણે ? તેનો પરવાનો કોણે આપ્યો ? તેની મુદત ક્યારે વીતી ગઇ ? મુદત વીતી જવા છતાં ટોલટેક્ષ કેમ ઉઘરાવાયો ? તે વિશે તુષાર ચૌધરી કેમ મોંમાં મગ ભરીને બેઠા રહ્યા ? રીપેરીંગની જવાબદારી કોની ? હવે આ પ્રશ્નોની ગોધાલડાઇનો ઉકેલ કોણ લાવશે ? ગુજરાત હાઇકોર્ટ કે સુપ્રિમ કોર્ટ ઓફ ઇન્ડિયા ? કેસ કરવા છે કોઇ નવરું ?
આ તો થોડામાં ઘણું…”
i unquote.

Anavils not so pure now

August 1, 2013

Hello World,
Vartman Pravah ,Gujarati Daily ,Daman-Surat,
Editor : Mukesh Gosavi,
Surat Office: Bharat K.Shah
published the following article on Page :12,Tuesday, July 09,2013.

i quote,

“વર્તમાન પ્રવાહ
સુરત અને દમણથી પ્રકાશિત ગુજરાતી દૈનિક ,તા. ૯-૭-૨૦૧૩

વર્તમાન પ્રવાહ- આપણો, સૌનો અરીસો
ભરત શાહ

તાજેતરમાં મોકલનારની સહી (સાચાં) સરનામા વિનાનું એક પરબીડિયું કુરિયર દ્વારા (સંભવતઃ) બધાં દૈનિકોના તંત્રીઓને મોકલવામાં આવેલું. નકામી ટપાલોના ઢગલામાં એને રાખેલું. એનો નિકાલ કરતાં પહેલાં એક વાર વાંચ્યું, ફરી વાંચ્યું, કંઇક તથ્ય જણાયું. થોડી અતિશયોક્તિ આંખે વળગી. એવું લાગ્યું કે એના અમુક અંશોને પ્રસિદ્ધ કરવાથી સત્ય બહાર લાવવામાં મદદ થશે.

સાંપ્રત સમયમાં જમીન અને મિલ્કતોની કિંમતમાં જે અકલ્પનીય વધારો થયો છે તેનાથી હવે સંબંધોના સમીકરણો બદલાયા છે. રૃપિયો મોટો થયો છે અને બાકીનું બધું ગૌણ.

વર્તમાન પ્રવાહ કઇ દિશામાં કેવી રીતે વહી રહ્યો છે તે આ લખાણના અંશોથી સમજાશે. જે કોઇએ બંધ બેસતી પાઘડી પહેરી લેવી હોય તો તેની છૂટ છે. સુરત, નવસારી, ગણદેવી અને ચીખલીની દિવાની અદાલતો અને મહેસૂલી કચેરીઓમાં સંપૂર્ણ તપાસ કર્યા બાદ આ અંશો પ્રસિદ્ધ કરીએ છીએ. સંબંધિતો અને મહેસૂલી અધિકારીઓ, પંચાયતોના કારભારીઓ, ચેરિટી કમિશનરશ્રીની કચેરીઓ માટે એ થોડાંમાં ઘણું છે. જરૃર જણાયે બધી વિગતો કેસ નંબર અને નામ ઠામ સાથે પ્રસિદ્ધ કરીશું. – ભરત શાહ, નિવાસી તંત્રી, સુરત.

ભજકલ્ દારમ્, અહો જમીન મિલકતમ્ !!

જમીન અને મિલકતના ભાવોની પ્રવર્તમાન ચડતીને લીધે દક્ષિણ ગુજરાતના ઘણા કુટુંબોમાં પ્રેમ અને લાગણીને બદલે નાના વિધ તકરારોએ અડ્ડો જમાવ્યો છે. પરિણામે રેવન્યુ અને સિવિલ કોર્ટોમાં કેસોનો ભરાવો થઇ ગયો છે. દલાલોને અને કજીયા દલાલોને બખ્ખા થઇ ગયા છે. ભાગ્યે જ કોઇ ગામ, શહેર, જ્ઞાાતિ યા સમાજ આમાંથી બાકાત છે. રાજકારણ, શિક્ષણ, કળા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ઉદ્યોગ, ખેતીવાડી, વેપાર એમ લગભગ બધા ક્ષેત્રોમાં નામના કાઢનાર અનાવિલો પણ તેમાંથી બાકાત નથી. સિવિલ કે ફોજદારી ગુનાઓમાં પહેલાં અનાવિલો ભાગ્યે જ સંડોવાતા, પરંતુ, વહે ખોટા પેઢીનામાં, ખોટાં સોગંદનામા, બોગસ પાવર ઓફ એટોર્ની અને સદંતર ખોટા કરારો- દસ્તાવેજો કરવામાં હવે અનાવિલો પણ પાછળ નથી. હાલમાં સુરત અને નવસારીની અદાલતોમાં વીલ યા વસિયતનામાના લખાણ અને તેના અર્થઘટનના મુદ્દે અત્યંત પ્રતિષ્ઠિત ગણાતા અનાવિલ કુટુંબોના સભ્યો અદાલતી જંગમાં પરસ્પર આથડી રહ્યા છે.

બિરલા અને મફતલાલ કુટુંબોને લગતા વારસાઇના હાઇ પ્રોફાઇલ કેસો જેવી જ આ બધી બાબતો જણાય છે, કેમકે, સંબંધિત પાત્રો ભારત તેમજ બ્રિટન અને અમેરિકાના આગળ પડતા નાગરિકો છે. અને ત્યાંના ભારતીય સમાજોમાં વ્યવસાય અને જ્ઞાાતિની દૃષ્ટિએ અત્યંત મહત્વના સ્થાનો શોભાવે છે.

સુરતમાં આવા એક જંગમાં દિયર- ભોજાઇ સામસામે છે. કુટુંબના વરિષ્ઠ સભ્ય નિઃસંતાન ગુજરી ગયા. તેના એક માત્ર વારસ એવા તેના પત્નીએ પોતાની બહેનના દીકરાને મિલકત આપવી છે. તેથી પોતાના પતિનું તે મતલબનું વસિયત બહાર કાઢયું અને કુટુંબમાં ધરતીકંપ થયો. તે બહેનના દિયરે પોતાની તરફેણમાં હોય તેવું બીજું વીલ અમલી બનાવવા પ્રયાસ આદર્યાં.

વાપીથી તાપી અને સાત સમંદર પારના અનાવિલોને વિચારોનો પ્રેરણા પ્રકાશ આપનારા આ સુજ્ઞા અનાવિલ વિચારક, લેખક, ખુદ કાયદાનો પ્રકાશ મેળવવા વકીલોને ત્યાં આંટાફેરા કરતા થઇ ગયા.

બીજા એવા હાઇ પ્રોફાઇલ કેસમાં પોસ્ટ ખાતાના નિવૃત્ત અધિકારીની આગલી અને પાછલી પત્નીના સંતાનો માતા-પિતાના મૃત્યુના છ દાયકા બાદ જમીન અને મિલકતની માલિકી અને કબજા ભોગવટા માટે નાના વિધ પ્રકારની લડાઇઓ લડી રહ્યા છે.

નવસારીની અદાલતો કોર્પોરેટ વર્લ્ડ સાથે સંબંધ ધરાવતી હસ્તીઓના કેસોને કારણે ઇતિહાસ સર્જે તેમ છે. રીલાયન્સ કંપનીની ગેસ પાઇપ લાઇનની વળતર અંગેની મહત્તમ અદાલતી કાર્યવાહી નવસારી ખાતે થઇ છે. તેમાં મોટા ભાગના દાવેદારો પણ અનાવિલ જ છે. આવા કોઇ કેસમાં કંપનીના માલિક પર પણ વ્યક્તિગત કક્ષાએ કેસ થાય તો નવાઇ નહીં !

ભારતની ખૂબ આગળ પડતી એન્જિનીયરીંગ કંપની જેના અધ્યક્ષ પણ અનાવિલ જ છે. તેની પેટા કંપની એવી ઇન્ફોટેક કંપની અને વિશ્વ પ્રસિદ્ધ ઇન્ફોટેક કંપનીના એક વિદેશી ડિરેકટર આવી જ વસિયતની ચકલાચૂંથમાં પ્રવૃત્ત થઇ ગયા છે. આ સંબંધિત એન્જિનીયરે વલસાડ પરગણામાં અને વિશ્વભરની ઇન્ફોટેક ઇન્ડસ્ટ્રીમાં નામ- દામ અને સખી દાતા તરીકેની વાહવાહ મેળવી લીધી છે. તેથી સમગ્ર કિસ્સો જાણનારા બધા આશ્ચર્યમાં પડી ગયા છે કે આ તે કેવી લડાઇ !

આ વિદેશી ટેકનોક્રેટ જે મિલકત માટે આ બધું કરી રહ્યા છે તે મિલકત નવસારીના અતિ પ્રતિષ્ઠિત ઝવેરી કુટુંબની છે. અને તેમાં તેવા જ જાણીતા સમાજ સેવક, ભાડુઆત તરીકે છે. તેમાં ગાંધીજી, સરદાર પટેલ, પટ્ટાભિસીતા રામૈયા, જવાહરલાલ નહેરુ, મોરારજી દેસાઇ વિ.ના પગલાં પણ પડી ચૂક્યાં હતાં. આ ઝવેરી કુટુંબના આખરી વારસ એવા વિદૂષી શિક્ષિકાનું મૃત્યુ તા. ૩૧-૩-૧૯૯૭ના રોજ થયેલું તેમના વસિયતની તકરાર આ વિદેશી ટેકનોક્રેટે સોળ વર્ષો બાદ ઉઠાવી છે. અને હવે તેઓને મિલકત પ્રાપ્તિમાં અને તેના વેચાણમાં અચાનક રસ જાગી ગયો છે. આ વિદૂષી સન્નારી અને તેના દિયર કેવી અવસ્થામાં જીવ્યા અને કેવી ગુમનામીમાં મર્યા તેની નવસારીમાં ચર્ચા થઇ રહી છે. આ મિલકતના વહીવટમાંથી યા વેચાણમાંથી જે રકમ મળે તેમાંથી ટ્રસ્ટ બનાવીને તે રકમનો પ્રતિ વર્ષ ઉપયોગ કરવાનું આ વસિયતકારે ઠરાવેલું. અદાલતી વર્તુળો અને નવસારી પરગણાના અનાવિલો આ દાવપેચ જોઇને મોં માં આંગળા નાંખી ગયા છે.

આને પણ ચઢી જાય તેવી તકરાર અન્ય અનાવિલ કુટુંબો છેલ્લા કેટલાક વર્ષોથી લડી રહ્યા છે. તેના અત્યંત પ્રતિષ્ઠિત એવા અમેરિકન અને બ્રિટિશ નાગરિકો તો ભારતના પદ્મશ્રી જેવા માનદ અકરામોથી વિભૂષિત છે. તેઓએ પોતાના પિતાની અને કૌટુંબિક કાકાની મિલકત પ્રાપ્તિ માટે ખોટા વહેંચણના લેખ, ખોટા પેઠીનામાં, ખોટા કરાર અને દસ્તાવેજોનો સહારો લીધો. ગામ લોકોમાંના કેટલાકે તેઓને પ્રોત્સાહન આપવાની લાહયમાં સાચા- ખોટા પેઢીનામાઓમાં શાખ તરીકે સહીઓ કરી. ગામમાં રહેતા એક તલાટીએ જ તેઓને પૂરેપૂરી સાધનિક મદદો કરી પરિણામે તેઓએ વેચેલી જમીનો ખરીદનારા આજે ભર તડકે યા ચોમાસે ભર શિયાળાનો અનુભવ કરી રહ્યા છે.

આ જ અનાવિલ કુટુંબની હુંફને કારણે કેટલાક ગ્રામજનોએ ચેરીટી કમિશનરના વહીવટ હેઠળના મંદિરને જીલ્લા કલેકટર કે ચેરિટી કમિશનરની જાણ મંજૂરી વિના તોડી પાડીને તેનો જીર્ણોદ્ધાર બે વખત કરી નાખ્યો. આજે મંદિરની કેટલીક જમીનો સાંઠેક વર્ષો પહેલા ગુજરી ગયેલા બાવાજીના નામે છે. હવે છેલ્લા છ દાયકામાં ગ્રામ પંચાયતની અનેક ચૂંટણીઓ થઇ. કેટલાયે સરપંચો ચૂંટાયા અને નિવૃત્ત થયા. તલાટીઓ આવ્યા અને ગયા. ગ્રામ સભાઓ મળી અને ઠરાવો થયા પણ પેલા બાવાજીની વારસાઇ હવે જીલ્લા કલેકટર કરે ત્યારે ખરું!

ગામના કારભારીઓમાંના એકે કુટુંબની પુત્રી નહિ એવી બિન અનાવિલ બિન ખેડૂત મહિલાને વસિયતથી ખેડૂત બનાવી દીધી. તલાટી, મામલતદાર અને કૃષિપંચના મામલતદાર સાથેની ગોઠવણથી ગણોતધારાનો કેસ ચલાવીને બીજા હકમાં પોતાનું નામ દાખલ પણ કરાવી દીધું !

યાયાવર વિદેશી અને દેશી પંખીઓની આ ભૂતિયા જમીન મિલકત- લીલાઓમાં કયા ભૂતની ચોટલી ક્યાંથી કઇ રીતે પકડવી એની ગડમથલમાં હવે ગુજરાત સરકાર ઉપર તળે થઇ રહી છે. તેમાં બોગસ ખેડૂત બનેલા માજી ધારાસભ્ય અને તેવા અનેક બોગસ ખેડૂતોના દાખલા પણ જીલ્લા સેવા સદનમાં ટેબલોની પ્રદક્ષિણા કરી રહ્યા છે.

આનાથી વધુ આશ્ચર્યજનક એવી લડાઇ ચીખલી મજી ગામ મલવાડાના ભારત પ્રસિદ્ધ આર્ય સમાજ કુટુંબની છે. આ કુટુંબ હાલમાં ચીખલી, ગણદેવી અને નવસારીની રેવન્યુ અને સિવિલ કોર્ટોમાં આંટાફેરા કરી રહ્યું છે. મલવાડા- મજીગામમાં રહેતા અને જમીન મિલકતનો વહીવટ કરતા સ્થાનિકોએ કુટુંબની એક અપરણિત અને એક પરણેલી એવી બે બહેનોને જૈફ અવસ્થામાં નહિ ઘરની અને નહિ ઘાટની એવી બનાવી દીધી છે. દયાનંદ સરસ્વતીના વૈચારિક વારસાનું બાષ્પીભવન કરવામાં તેઓને કોઇ સંકોચ જણાતો નથી.

કોળી, કણબી, હરિજન, ઘાંચી, ખત્રી, મુસ્લિમ, હિંદુ, ખ્રિસ્તી એવા ભાગ્યે જ કોઇ કુટુંબ હશે જેને આ વાયરસ લાગુ પડયા નહિ હોય !

ભજકલદારમ્ નો મંત્ર જ હવે ચલણમાં છે અને તેને સિધ્ધાંત સેવાના અને હવે કાયદાના પણ પડ ચડાવાઇ રહ્યા છે.

આગામી દિવસોમાં નવસારીના અદાલત સંકુલમાં અને જીલ્લા સેવા સદનમાં આ પ્રકરણો ભારે તરખાટ મચાવે તેમ છે. ત્યારે સરકારી તંત્ર અને અદાલતો સમગ્ર બાબતે કેવી રૃખ અપનાવે છે તે પર સમગ્ર મીડિયાની નજર છે અને બધા પ્રકરણો પર મીડિયા ચાંપતી નજર રાખીને બેઠું છે.”
i unquote.

My comments are as following:
Traditionally Anavil Brahmins residing in the region, colloquially called as ‘Tapi to Vapi’ do not involve in illegal activities. The article bears weight-age because it is all about court cases. Very shocking indeed. i refrain from writing anything about cases res sub judice. Let the courts decide.

i refer the issues concerning Revenue Department of Government of Gujarat to District Collector, Navsari and Mamlatdar ( Rural) Navsari as the mutation in Records of Rights in case of deceased Bavaji referred to in the article is in their jurisdiction. If the temple is a public property and is supposed to be registered under Bombay Public Trust Act 1950, there is a serious breach in procedures and the individuals looking after the property must be taken to task. i will not be surprised if there are other cases alike in the district.

The case pertaining to the Krushi Panch needs to be referred to CID as it seems the non agriculturist is facilitated to be an agriculturist under the pretext of a will. Involvement of Talati cum Mantri, Circle Officer, Nayab Mamlatdar /Mamlatdar Navsari (Rural) in certifying mutation entries and the procedure ratified by Mamladar/Krushipanch to delegate tenancy to the original owner i.e. the testator of the said will seems to be mala fide.

The case involving an ex-MLA is to be investigated by ECI.
i am trying to get the details of all cases and i will pursue the matters to logical end.