Anavils not so pure now

Hello World,
Vartman Pravah ,Gujarati Daily ,Daman-Surat,
Editor : Mukesh Gosavi,
Surat Office: Bharat K.Shah
published the following article on Page :12,Tuesday, July 09,2013.

i quote,

“વર્તમાન પ્રવાહ
સુરત અને દમણથી પ્રકાશિત ગુજરાતી દૈનિક ,તા. ૯-૭-૨૦૧૩

વર્તમાન પ્રવાહ- આપણો, સૌનો અરીસો
ભરત શાહ

તાજેતરમાં મોકલનારની સહી (સાચાં) સરનામા વિનાનું એક પરબીડિયું કુરિયર દ્વારા (સંભવતઃ) બધાં દૈનિકોના તંત્રીઓને મોકલવામાં આવેલું. નકામી ટપાલોના ઢગલામાં એને રાખેલું. એનો નિકાલ કરતાં પહેલાં એક વાર વાંચ્યું, ફરી વાંચ્યું, કંઇક તથ્ય જણાયું. થોડી અતિશયોક્તિ આંખે વળગી. એવું લાગ્યું કે એના અમુક અંશોને પ્રસિદ્ધ કરવાથી સત્ય બહાર લાવવામાં મદદ થશે.

સાંપ્રત સમયમાં જમીન અને મિલ્કતોની કિંમતમાં જે અકલ્પનીય વધારો થયો છે તેનાથી હવે સંબંધોના સમીકરણો બદલાયા છે. રૃપિયો મોટો થયો છે અને બાકીનું બધું ગૌણ.

વર્તમાન પ્રવાહ કઇ દિશામાં કેવી રીતે વહી રહ્યો છે તે આ લખાણના અંશોથી સમજાશે. જે કોઇએ બંધ બેસતી પાઘડી પહેરી લેવી હોય તો તેની છૂટ છે. સુરત, નવસારી, ગણદેવી અને ચીખલીની દિવાની અદાલતો અને મહેસૂલી કચેરીઓમાં સંપૂર્ણ તપાસ કર્યા બાદ આ અંશો પ્રસિદ્ધ કરીએ છીએ. સંબંધિતો અને મહેસૂલી અધિકારીઓ, પંચાયતોના કારભારીઓ, ચેરિટી કમિશનરશ્રીની કચેરીઓ માટે એ થોડાંમાં ઘણું છે. જરૃર જણાયે બધી વિગતો કેસ નંબર અને નામ ઠામ સાથે પ્રસિદ્ધ કરીશું. – ભરત શાહ, નિવાસી તંત્રી, સુરત.

ભજકલ્ દારમ્, અહો જમીન મિલકતમ્ !!

જમીન અને મિલકતના ભાવોની પ્રવર્તમાન ચડતીને લીધે દક્ષિણ ગુજરાતના ઘણા કુટુંબોમાં પ્રેમ અને લાગણીને બદલે નાના વિધ તકરારોએ અડ્ડો જમાવ્યો છે. પરિણામે રેવન્યુ અને સિવિલ કોર્ટોમાં કેસોનો ભરાવો થઇ ગયો છે. દલાલોને અને કજીયા દલાલોને બખ્ખા થઇ ગયા છે. ભાગ્યે જ કોઇ ગામ, શહેર, જ્ઞાાતિ યા સમાજ આમાંથી બાકાત છે. રાજકારણ, શિક્ષણ, કળા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ઉદ્યોગ, ખેતીવાડી, વેપાર એમ લગભગ બધા ક્ષેત્રોમાં નામના કાઢનાર અનાવિલો પણ તેમાંથી બાકાત નથી. સિવિલ કે ફોજદારી ગુનાઓમાં પહેલાં અનાવિલો ભાગ્યે જ સંડોવાતા, પરંતુ, વહે ખોટા પેઢીનામાં, ખોટાં સોગંદનામા, બોગસ પાવર ઓફ એટોર્ની અને સદંતર ખોટા કરારો- દસ્તાવેજો કરવામાં હવે અનાવિલો પણ પાછળ નથી. હાલમાં સુરત અને નવસારીની અદાલતોમાં વીલ યા વસિયતનામાના લખાણ અને તેના અર્થઘટનના મુદ્દે અત્યંત પ્રતિષ્ઠિત ગણાતા અનાવિલ કુટુંબોના સભ્યો અદાલતી જંગમાં પરસ્પર આથડી રહ્યા છે.

બિરલા અને મફતલાલ કુટુંબોને લગતા વારસાઇના હાઇ પ્રોફાઇલ કેસો જેવી જ આ બધી બાબતો જણાય છે, કેમકે, સંબંધિત પાત્રો ભારત તેમજ બ્રિટન અને અમેરિકાના આગળ પડતા નાગરિકો છે. અને ત્યાંના ભારતીય સમાજોમાં વ્યવસાય અને જ્ઞાાતિની દૃષ્ટિએ અત્યંત મહત્વના સ્થાનો શોભાવે છે.

સુરતમાં આવા એક જંગમાં દિયર- ભોજાઇ સામસામે છે. કુટુંબના વરિષ્ઠ સભ્ય નિઃસંતાન ગુજરી ગયા. તેના એક માત્ર વારસ એવા તેના પત્નીએ પોતાની બહેનના દીકરાને મિલકત આપવી છે. તેથી પોતાના પતિનું તે મતલબનું વસિયત બહાર કાઢયું અને કુટુંબમાં ધરતીકંપ થયો. તે બહેનના દિયરે પોતાની તરફેણમાં હોય તેવું બીજું વીલ અમલી બનાવવા પ્રયાસ આદર્યાં.

વાપીથી તાપી અને સાત સમંદર પારના અનાવિલોને વિચારોનો પ્રેરણા પ્રકાશ આપનારા આ સુજ્ઞા અનાવિલ વિચારક, લેખક, ખુદ કાયદાનો પ્રકાશ મેળવવા વકીલોને ત્યાં આંટાફેરા કરતા થઇ ગયા.

બીજા એવા હાઇ પ્રોફાઇલ કેસમાં પોસ્ટ ખાતાના નિવૃત્ત અધિકારીની આગલી અને પાછલી પત્નીના સંતાનો માતા-પિતાના મૃત્યુના છ દાયકા બાદ જમીન અને મિલકતની માલિકી અને કબજા ભોગવટા માટે નાના વિધ પ્રકારની લડાઇઓ લડી રહ્યા છે.

નવસારીની અદાલતો કોર્પોરેટ વર્લ્ડ સાથે સંબંધ ધરાવતી હસ્તીઓના કેસોને કારણે ઇતિહાસ સર્જે તેમ છે. રીલાયન્સ કંપનીની ગેસ પાઇપ લાઇનની વળતર અંગેની મહત્તમ અદાલતી કાર્યવાહી નવસારી ખાતે થઇ છે. તેમાં મોટા ભાગના દાવેદારો પણ અનાવિલ જ છે. આવા કોઇ કેસમાં કંપનીના માલિક પર પણ વ્યક્તિગત કક્ષાએ કેસ થાય તો નવાઇ નહીં !

ભારતની ખૂબ આગળ પડતી એન્જિનીયરીંગ કંપની જેના અધ્યક્ષ પણ અનાવિલ જ છે. તેની પેટા કંપની એવી ઇન્ફોટેક કંપની અને વિશ્વ પ્રસિદ્ધ ઇન્ફોટેક કંપનીના એક વિદેશી ડિરેકટર આવી જ વસિયતની ચકલાચૂંથમાં પ્રવૃત્ત થઇ ગયા છે. આ સંબંધિત એન્જિનીયરે વલસાડ પરગણામાં અને વિશ્વભરની ઇન્ફોટેક ઇન્ડસ્ટ્રીમાં નામ- દામ અને સખી દાતા તરીકેની વાહવાહ મેળવી લીધી છે. તેથી સમગ્ર કિસ્સો જાણનારા બધા આશ્ચર્યમાં પડી ગયા છે કે આ તે કેવી લડાઇ !

આ વિદેશી ટેકનોક્રેટ જે મિલકત માટે આ બધું કરી રહ્યા છે તે મિલકત નવસારીના અતિ પ્રતિષ્ઠિત ઝવેરી કુટુંબની છે. અને તેમાં તેવા જ જાણીતા સમાજ સેવક, ભાડુઆત તરીકે છે. તેમાં ગાંધીજી, સરદાર પટેલ, પટ્ટાભિસીતા રામૈયા, જવાહરલાલ નહેરુ, મોરારજી દેસાઇ વિ.ના પગલાં પણ પડી ચૂક્યાં હતાં. આ ઝવેરી કુટુંબના આખરી વારસ એવા વિદૂષી શિક્ષિકાનું મૃત્યુ તા. ૩૧-૩-૧૯૯૭ના રોજ થયેલું તેમના વસિયતની તકરાર આ વિદેશી ટેકનોક્રેટે સોળ વર્ષો બાદ ઉઠાવી છે. અને હવે તેઓને મિલકત પ્રાપ્તિમાં અને તેના વેચાણમાં અચાનક રસ જાગી ગયો છે. આ વિદૂષી સન્નારી અને તેના દિયર કેવી અવસ્થામાં જીવ્યા અને કેવી ગુમનામીમાં મર્યા તેની નવસારીમાં ચર્ચા થઇ રહી છે. આ મિલકતના વહીવટમાંથી યા વેચાણમાંથી જે રકમ મળે તેમાંથી ટ્રસ્ટ બનાવીને તે રકમનો પ્રતિ વર્ષ ઉપયોગ કરવાનું આ વસિયતકારે ઠરાવેલું. અદાલતી વર્તુળો અને નવસારી પરગણાના અનાવિલો આ દાવપેચ જોઇને મોં માં આંગળા નાંખી ગયા છે.

આને પણ ચઢી જાય તેવી તકરાર અન્ય અનાવિલ કુટુંબો છેલ્લા કેટલાક વર્ષોથી લડી રહ્યા છે. તેના અત્યંત પ્રતિષ્ઠિત એવા અમેરિકન અને બ્રિટિશ નાગરિકો તો ભારતના પદ્મશ્રી જેવા માનદ અકરામોથી વિભૂષિત છે. તેઓએ પોતાના પિતાની અને કૌટુંબિક કાકાની મિલકત પ્રાપ્તિ માટે ખોટા વહેંચણના લેખ, ખોટા પેઠીનામાં, ખોટા કરાર અને દસ્તાવેજોનો સહારો લીધો. ગામ લોકોમાંના કેટલાકે તેઓને પ્રોત્સાહન આપવાની લાહયમાં સાચા- ખોટા પેઢીનામાઓમાં શાખ તરીકે સહીઓ કરી. ગામમાં રહેતા એક તલાટીએ જ તેઓને પૂરેપૂરી સાધનિક મદદો કરી પરિણામે તેઓએ વેચેલી જમીનો ખરીદનારા આજે ભર તડકે યા ચોમાસે ભર શિયાળાનો અનુભવ કરી રહ્યા છે.

આ જ અનાવિલ કુટુંબની હુંફને કારણે કેટલાક ગ્રામજનોએ ચેરીટી કમિશનરના વહીવટ હેઠળના મંદિરને જીલ્લા કલેકટર કે ચેરિટી કમિશનરની જાણ મંજૂરી વિના તોડી પાડીને તેનો જીર્ણોદ્ધાર બે વખત કરી નાખ્યો. આજે મંદિરની કેટલીક જમીનો સાંઠેક વર્ષો પહેલા ગુજરી ગયેલા બાવાજીના નામે છે. હવે છેલ્લા છ દાયકામાં ગ્રામ પંચાયતની અનેક ચૂંટણીઓ થઇ. કેટલાયે સરપંચો ચૂંટાયા અને નિવૃત્ત થયા. તલાટીઓ આવ્યા અને ગયા. ગ્રામ સભાઓ મળી અને ઠરાવો થયા પણ પેલા બાવાજીની વારસાઇ હવે જીલ્લા કલેકટર કરે ત્યારે ખરું!

ગામના કારભારીઓમાંના એકે કુટુંબની પુત્રી નહિ એવી બિન અનાવિલ બિન ખેડૂત મહિલાને વસિયતથી ખેડૂત બનાવી દીધી. તલાટી, મામલતદાર અને કૃષિપંચના મામલતદાર સાથેની ગોઠવણથી ગણોતધારાનો કેસ ચલાવીને બીજા હકમાં પોતાનું નામ દાખલ પણ કરાવી દીધું !

યાયાવર વિદેશી અને દેશી પંખીઓની આ ભૂતિયા જમીન મિલકત- લીલાઓમાં કયા ભૂતની ચોટલી ક્યાંથી કઇ રીતે પકડવી એની ગડમથલમાં હવે ગુજરાત સરકાર ઉપર તળે થઇ રહી છે. તેમાં બોગસ ખેડૂત બનેલા માજી ધારાસભ્ય અને તેવા અનેક બોગસ ખેડૂતોના દાખલા પણ જીલ્લા સેવા સદનમાં ટેબલોની પ્રદક્ષિણા કરી રહ્યા છે.

આનાથી વધુ આશ્ચર્યજનક એવી લડાઇ ચીખલી મજી ગામ મલવાડાના ભારત પ્રસિદ્ધ આર્ય સમાજ કુટુંબની છે. આ કુટુંબ હાલમાં ચીખલી, ગણદેવી અને નવસારીની રેવન્યુ અને સિવિલ કોર્ટોમાં આંટાફેરા કરી રહ્યું છે. મલવાડા- મજીગામમાં રહેતા અને જમીન મિલકતનો વહીવટ કરતા સ્થાનિકોએ કુટુંબની એક અપરણિત અને એક પરણેલી એવી બે બહેનોને જૈફ અવસ્થામાં નહિ ઘરની અને નહિ ઘાટની એવી બનાવી દીધી છે. દયાનંદ સરસ્વતીના વૈચારિક વારસાનું બાષ્પીભવન કરવામાં તેઓને કોઇ સંકોચ જણાતો નથી.

કોળી, કણબી, હરિજન, ઘાંચી, ખત્રી, મુસ્લિમ, હિંદુ, ખ્રિસ્તી એવા ભાગ્યે જ કોઇ કુટુંબ હશે જેને આ વાયરસ લાગુ પડયા નહિ હોય !

ભજકલદારમ્ નો મંત્ર જ હવે ચલણમાં છે અને તેને સિધ્ધાંત સેવાના અને હવે કાયદાના પણ પડ ચડાવાઇ રહ્યા છે.

આગામી દિવસોમાં નવસારીના અદાલત સંકુલમાં અને જીલ્લા સેવા સદનમાં આ પ્રકરણો ભારે તરખાટ મચાવે તેમ છે. ત્યારે સરકારી તંત્ર અને અદાલતો સમગ્ર બાબતે કેવી રૃખ અપનાવે છે તે પર સમગ્ર મીડિયાની નજર છે અને બધા પ્રકરણો પર મીડિયા ચાંપતી નજર રાખીને બેઠું છે.”
i unquote.

My comments are as following:
Traditionally Anavil Brahmins residing in the region, colloquially called as ‘Tapi to Vapi’ do not involve in illegal activities. The article bears weight-age because it is all about court cases. Very shocking indeed. i refrain from writing anything about cases res sub judice. Let the courts decide.

i refer the issues concerning Revenue Department of Government of Gujarat to District Collector, Navsari and Mamlatdar ( Rural) Navsari as the mutation in Records of Rights in case of deceased Bavaji referred to in the article is in their jurisdiction. If the temple is a public property and is supposed to be registered under Bombay Public Trust Act 1950, there is a serious breach in procedures and the individuals looking after the property must be taken to task. i will not be surprised if there are other cases alike in the district.

The case pertaining to the Krushi Panch needs to be referred to CID as it seems the non agriculturist is facilitated to be an agriculturist under the pretext of a will. Involvement of Talati cum Mantri, Circle Officer, Nayab Mamlatdar /Mamlatdar Navsari (Rural) in certifying mutation entries and the procedure ratified by Mamladar/Krushipanch to delegate tenancy to the original owner i.e. the testator of the said will seems to be mala fide.

The case involving an ex-MLA is to be investigated by ECI.
i am trying to get the details of all cases and i will pursue the matters to logical end.

Tags: , , , , , , , , , , , , ,

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s


%d bloggers like this: