Hello world,
Reliance Industries Limited has acquired the form of a silent disease growing day by day without the knowledge of the person affected.The Victims of RIL and RGTIL have United to wage a war, in a constitutional way. Mukesh Nita Ambani is now a media moghul .There is a fear lurking everywhere .No T V channel is ready to air the problems of RIL and RGTIL Victims. No news paper is willing to publish any press note or a paid advertisement which would displease & harm interests of Mukesh Nita Ambani and his “proprietary” company RIL as well as numerous piggy companies .There is a seize of freedoms.There is selective and private press censorship aided overtly and covertly by The State. The trouble is all players in opposite teams in the game played 24 x 7 in the name of Parliamentary Democracy are RIL’s players ! They keep mum at the behest of their cheer leaders ! India’s Private Petrobras , RIL , is moth eaten and laden with maggots . It is a matter of time. There will be economic earthquake that will shatter the false facade of economic prosperity and development.
Be rest assured, any member of RIL and RGTIL Victims United will NOT be a party to this breakdown.
Why ?
RIL and MN Ambani’s piggy companies can be saved by Nationalisation.
Mukesh Nita Ambani and his lawyers as well as chartered accountants have left behind enough grounds on paper in black and white. .
i do not elaborate.
Let us see how the Supreme Court of India and MN Ambani’s legislative cohorts in Lok Sabha as well as Rajya Sabha save them.In the absence of Murli Deora, Pranab Mukerjee is Chief Guardian and Protector of RIL and MN Ambani !
That is the reason i have once again resorted using Internet and platforms provided by social media mainly Facebook,Google+ and Twitter.
the majority of my members @ RIL and RGTIL Victims United read ,write & communicate in local languages. i stated a series afresh in Gujarati . the text will be translated into all Indian languages and posted on social media and all other available platforms.
ઓહ રિલાયન્સ !ભાગ : ૧ થી૧૦
આપણા સાંસદો એક સાથે ઘણા ઘોડાઓ પર સવારી કરતા હોય છે. પરિમલ નથવાણી તેવા એક સાંસદ છે.આમ તો તેઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના હોદ્દેદાર છે. ઝારખંડમાંથી તેઓ રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાયેલા.ગુજરાતમા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સ્થાપ્ના થઇ ત્યારથી તે ઉદ્યોગ માટે જમીન ગુમાવનારા ખેડૂતોના વળતર સહિતના અનેક પ્રશ્નો આજની તારીખે પડતર છે, ગુજરાત હાઇકૉર્ટ સમક્ષના એક કેસમાં કંપનીએ બંધારણીય ઔચિત્યનો પ્રશ્ન ઉઠાવ્યો છે, ત્યારે ધીરુભાઇ અંબાણીથી મુકેશ અંબાણી સુધીના સમયમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા થયેલા ઉચિત અને અનુચિત , કાયદેસર અને ગેરકાયદેસર વ્યવહારો અને કામોનો વહીવંચો તૈયાર થઇ રહ્યો છે.
Parimal Nathwani @mpparimal 2h2 hours ago
Sharif talks of actions against terrorists! A paradigm shift in Pak’s ‘Sharafat’? Appears +ve!
@mpparimal If Indo-Pak relations is yr concern as MP what about farmers’ issues @ yr RIL desk ? Better vacate yr MP’s seat or leave RIL .
View conversation
0 retweets 0 likes
• • Bankimchandra Desai @vasanji now5 minutes ago
@mpparimal Tthink of security of RIL facilities @ Jamnagar ! U have been a mute spectator in farmers’ compensation & other issues @ yr desk.
Bankimchandra Desai @vasanji now46 seconds ago
@mpparimal U can’t serve 2 masters at a time .It is high time for u 2 decide.Next agitation in Gujarat is against RIL.It’s a matter of time.
ઓહ રિલાયન્સ ! ભાગ ૨
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડનું બીજું મહોરું છે સૌરભ પટેલ ઉર્ફે દુર્ગન્ધ દલાલ. આમ તો સગપણમાં મુકેશ અંબાણી અને સૌરભ પટેલ સાળા બનેવી છે .સૌરભ પટેલ મુકેશના કાકાના જમાઇ થાય. કોઇ બીજો ચાલુ રાજકારણી હોય તેના કરતાં તે જુદા નથી. પણ બનેવી તે બનેવી.સ્વભાવે તેઓ ભાજપના જ કાર્યકર્તાઓમાં અણમાનીતા છે. બોટાદ હોય ,અમરેલી હોય, જુનાગઢ હોય કે તેઓનું અત્યારનું હિજરતનું સ્થળ વડોદરા . રાજકારણમાં સૌરભ પટેલ માઇનસ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડ ઇઝ ઈક્વલ ટુ બિગ ઝિરો. તેઓ આમ રાજકારણમાં જે કાંઇ છે તે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડના કારણે.
અમદાવાદમાં બી. આર. ટી. એસ. ના રસ્તાના નકશ તેઓએ બદલાવેલા.
કેમ?
પોતાની મિલ્કત કપાતમાં જાય તે થોડું ચાલે ?
તેઓ સામે તેઓના હાથ નીચે કામ કરતો એક સેક્રેટરી એક તપાસ કરી રહ્યો છે . તેનો અહેવાલ જો ગુજરાત હાઇકોર્ટ માંગે તો ધરતીકંપના આંચકા ગુજરાત જ નહિ પણ ભારતના રાજકારણમાં અને અર્થકારણમાં આવે.
રિલાયન્સની બધી પોલ ખુલી જાય.
પણ આ તો “જો અને તો” નો મામલો છે
.અરવિન્દ કેજરીવાલે કરેલા ચૂંટણી પંચવાળા કેસમાં આ લેખકે જોડાઇને સમગ્ર કિસ્સાની તપાસ માંગેલી. તેનું શું થયું તે હજુ કેજરીવાલ કે આ લેખક્ને જાણવા મળ્યું નથી.
આ બાબતે મોદી ,મુકેશ અને ભાજપ કોઠીમાં ઘાલેલું મોં બહાર કાઢી શકે અેમ નથી
ઓહ રિલાયન્સ ! ભાગ ૩
પરિમલ નથવાણીએ હાઇકૉર્ટ જજોની નિમણૂક નહિ થવા વાંકે ખાલી પડેલી જગ્યાઓ અને કૉર્ટ સમક્ષના કેસોના ભરાવાની ચિંતા વ્યક્ત કરી. ડાહી સાસ્રરે નહિ જાય અને ગાંડીને શિખમણ આપે ! અા કેસોના ભરાવામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડનું નમ્ર યોગદાન કેટલું ? પરિમલ એક પ્રકારના દંભનો શિકાર થયા હોય તેવું લાગે છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડનું ત્રીજું મહોરું છે ભારતનું બંધારણ, અનેક પ્રકારના કાયદાઓ, જાત જાતની કોર્ટો, વકીલો , વેરિ વેરી સિનિયર કાઉન્સેલો અને સમગ્ર ન્યાયતંત્ર !
ગુજરાતમાં જમીનનો એક ટુકડો ધરાવનારને નહિ નહિ તો યે છવ્વીસ કાયદાઓ વિશે શાનભાન હોવાં જોઇએ.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડ સિવાયના કયા માતબર “ખેડૂત”ની એવી હેસિયત છે કે તલાટી કમ મંત્રીથી લઈને ઠેઠ સુપ્રિમ કોર્ટ સુધી પોતાનો કકકો ખરો કરાવવા લડે !
રિલાયન્સ દ્વારા મુકેશ , નીતા અને બધા અંબાણીઓ ખેડૂત થઇ ગયા છે.એમ જ બીજા ઉદ્યોગપતિઓ અને માલદારો જમીન ધરાવતા થઈ ગયા છે . તેઓ હવે ઉદ્યોગની અને ફાજલ જમીન પર અસલ ખેતી કરીને રુપિયાની ફસલ લેતા થઈ ગયા છે.
બાપડો અસલ ખેડૂત તો આ વિકાસ જોઇને આભો જ થઇ ગયો છે.
જમીન ધારણ કરવાની વાતને અને રિલાયન્સને શી લેવાદેવા?
ગુજરાતમાં તો જમીન સાથે રિલાયન્સ ,અદાણી અને ટાટાને જેટલી લેવા દેવા છે તેટલી કોઇને નથી.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડની સ્થાપ્નાથી આજ સુધીમાં જમીન બાબતે જે કોઠાકબાડા થયા અને જેટલાં કાથાકબલાં તત્વોનો સાથ લેવામાં આવ્યો તે બધાંનો તાજનો સાક્ષી બની શકે તેવી એક જ વ્યક્તિ છે , તે છે પરિમલ નથવાણી.! મુકેશનો કે રિલાયન્સનો જે વિકાસ થયો તેનાપાયામાં તેઓ છે .
જામનગરની રિફાઇનરીથી જે કમાણી થાય તેનાથી મુકેશનું એંટીલિયા ન બને તો જ નવાઇ.
હવે મુકેશની જમીનની ભૂખનો તો કોઇ અન્ત જ નથી ! દેશનું અને ગુજરાતનું કમનશીબ છે કે વારાફતી જે વડાપ્રધાનો, મુખ્ય પ્રધાનો આવ્યા,સરકારો આવી ગઈ તે બધાએ ગજવાં ભર્યાં અને મુકેશની જમીનની ભૂખને વકરાવી.
જામનગરની રિફાઇનરીથી જે કમાણી થઇ તેનો ઉપયોગ નવા ધન્ધાઓ વિકસાવવામાં કર્યો. તેમાં જયાં જયાં દેશના કારભારીઓ અને કાયદાઓ નડતરરુપ બન્યા ત્યાં ત્યાં ટિનોપાલ વ્હાઇટથી ગેરકાયદેસર કામોને કાયદેસરના બનાવ-વામાં કાયદેસરના ઉપાયો કાયદાઓનો ઉપયોગ કરીને પ્રયોજ્યા.
ધીરુભાઇ અંબાણીનો સફળતાનો મન્ત્ર હતો ,” જેમ દરેક ચીજની કિંમત હોય છે તેમ દરેક માનવીની પણ કિંમત હોય છે. જે માનવી એટલે સરકારી અધિકારી, જેનો ભૂખ્યો હોય તે તેને આપો એટલે તેજ બધા રસ્તા બતાવશે ”
છગડિયા કૌંસમાંનું આ સત્ય જેટલું સરકારી અધિકારીને લાગુ પડે તે કરતાં વધુ તો કાયદા ઘડનારા સાંસદો અને ધારાસભ્યોને, તેનું અર્થઘટન કરનારા વકીલોને અને બધા પ્રકારના જજોને લાગુ પડે તે વાત મેરા ભારત મહાનમાં ગવર્નમેન્ટ ઑફ અંબાણિન્ડિયાએ પુરવાર કરી.
કઇ રીતે ?
Attention :
All RGTIL & RIL Victims of Gujarat & India :
The arguments/petition memo filed by RIL is USEFUL to defeat RIL & RGTIL in all cases:
Get a copy of the proceedings before Court No .01 of Acting Chief Justice of Gujarat High Court :
Date of the next hearing : 25 January 2016.
Please be on look out for my “Oh Reliance : Part IV in Gujarati on facebook & Google+
Date of the next hearing : 25-01-2016 Look out for “Oh Reliance Part IV Gujarati on Facebook & Google+ https://t.co/GS8KpOgCFW /c/8072800
The Indian Express epaper: Daily Free E Paper, Mumbai, Delhi, Pune, The Sunday Express Eye,…
Free daily epaper of The Indian Express covers daily news from Mumbai, Delhi, Pune, Chandigarh, Ahmedabad,…
epaper.indianexpress.com|By The Indian Express
ઓહ રિલાયન્સ ! ભાગ ૪:
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડ અને તેના સર્વેસર્વા માલિક મુકેશ નીતા અંબાણીને જ્યાં પોતાની બાજી ઊંધી પડતી લાગે ત્યાં અને ત્યારે દેશના બંધારણ અને કાયદાઓ યાદ આવે. બાકી તો કાયદાઓમાંથી ફાયદાઓ શોધવામાં તેની અને તેના વકીલોની તોલે કોઇ આવે નહિ.જ્યાં તેઓ કાચા પડતા જણાય ત્યાં કેન્દ્ર અને રાજયની સરકારો,સાંસદો અને ધારાસભ્યો તેની સેવામાં કુર્નિશ બજાવવા યા બજાવતા અહર્નિશ ખડેપગે જ હોય.
કાયદાઓ બદલવાનું કે સુધારવાનું કામ મુકેશ માટે કપડાં બદલવા જેટલું આસાન છે.
જમીનનો કાયદો બદલવામાં ફાવ્યા નહિ તેથી ગુજરાત હાઇકૉર્ટમાં બંધારણની જોગવાઇઓનો ભંગ થવા અંગેની અરજી રિલાયન્સ સેઝમાં આડા ફાટેલા ખેડૂતો સામે દાખલ કરી છે. જે સરકારે અને જે સરકારી અધિકારીઓએ ૯૯ ટકા જમીન મેળવી આપવામાં ” બધું કરવામાં ” કોઇ કસર છોડેલી નહિ તે જ સરકાર અને સરકારી અધિકારીઓ ફરજ બજાવવામાં ચૂક્યા એટલે રિલાયન્સ સેઝની માલિક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડને પારાવાર પરેશાની પહોંચી ! રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડની આ અરજી તૈયાર કરનાર વકીલોને ૧૮૯૪ ના જમીન સમ્પાદનના કાયદા અને એનાં બચ્ચાં જેવા ૧૯૬૨ના પી. એન્ડ એમ. પી. એકટ અંગેના રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડના પાછલા વરસોમાંના અતિ ઉજ્જવળ રેકોર્ડ વિશે ખબર નહિ એટલે રિલાયન્સના ઘઊં ભરડાઈ ગયા.
” જર્નાલિઝમ ઓફ કરેજ “વાળા ધ ઇન્ડિયન એક્ષપ્રેસના ૧૨ જાન્યુઆરી ૨૦૧૬ના અંકમાં દરબારી પત્રકારની નામના ધરાવનારા શીલા ભટટે એક વિસ્ત્રુત અહેવાલ આપીને ભારતના અને ખાસ કરીને આન્ધ્ર પ્રદેશ ,તેલંગણા ,કર્ણાટક,તામિલનાડ, મહારાષ્ટ્ર અને ગુજરાતના હજારો ખેડૂતોની સેવા, અજાણપણે પોતાની અગ્નાનતાને કારણે ,બજાવી છે. તેઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડ માટે કંસાર બનાવવા નીકળ્યા પણ થઈ ગઈ થુલી.
ઓહ રિલાયન્સ ! ભાગ ૫ :
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડની પહોંચ અને પકડ સમજવા માટેનો પ્રયત્ન એટલે મહાકાય (જમ્બો) હાથીના પૂર્વજોના અંગોનું વર્ણન કરવાનું કામ. ભારતની દશે દશ દિશાઓમાં એનો વ્યાપ છે. પણ એ કેવો તકલાદી છે તે સમજવા એક વાત જાણવી પડે.
ભારતના આજના કાયદાઓનો જ કડક અને ખરો અમલ કરવમાં આવે તો પણ તે અેનટિલીયામાંથી રોડ પર આવી જાય ! રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડ અને મુકેશ નીતા અંબાણી જો અમેરિકામાં,ચીનમાં, સિંગાપોરમાં કે રશિયામાં હોય તો, ભારતનો આ આજનો સર્વાધિક શ્રીમંત જેલમાં હોય અને તેનાં સગાંવહાલાંની દશા અને દિશા બહાદુરશાહ ઝફર , ટીપુ સુલતાનના વારસો કરતાં ખરાબ હોય. વોરન બફેટની કક્ષાનો અને મુકેશને બચ્ચું કહેડાવે તેવો ચીનો અને તેના જેવા એટલે કે (આપણા ટાટા બિરલા જેવા) અડધો ડઝન અતિ ધનિક નંગો સાથે માત્રુ-પિત્રુ ભૂમિ ચીનમાંથી ગાયબ છે. કેમ ? જ્યાં સુધી તેઓ ખપના હતા ત્યાં સુધી તેઓ કામના હતા,કાયદામાંથી ફાયદા ઉઠાવીને જે જિન પીંગની નજર સામે અાગળ વધેલા તેના જ હુકમથી ક્યાં છે તે કોઇ જાણતું નથી અને ચીનનું અર્થતંત્ર ઉપરનીચે થઇને આખી દુનિયાને ધ્રુજાવી રહ્યું છે !
કાયદા કોને કહેવાય તે તો કક્ત મુકેશ જ જાણે અને સમજે !
જમીનો લેવા માટે ખાસમખાસ કાયદાઓ કરાવે ,આડું ફાટે ત્યારે ૧૮૯૪ના કાયદાની વાત કાઢે અને વળતર ચૂકવવાનું આવે ત્યારે કોને આપેલા તે આ મામૂલી ખેડૂતો અને મિલ્કતધારકો રહી ગયા ? જમીનોના હક્કપત્રકોમાં એવી નોંધ કરાવે કે યાવદ્ચન્દ્ર દિવાકરૌ તેના સિવાય કોઇને લાભ નહિ થાય ! સુપ્રિમ કૉર્ટ ઓફ ઇન્ડિયા કે ગુજરાત હાઇકૉર્ટ જો આ બધી નોંધોને બિલોરી કાચની નીચે મૂકે તો બધા જ્જો બેભાન થઇ જાય !
ઓહ રિલાયન્સ ! ભાગ ૬ :
*રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડની અા કૉર્ટ કથાથી ઘણા પ્રશ્નો ઊભા થયા છે. સુપ્રિમ કૉર્ટ ઓફ ઇન્ડિયા કે ગુજરાત હાઇકૉર્ટ જો આ બધી મહેસૂલી નોંધોને બિલોરી કાચની નીચે મૂકે તો બધા જ્જો બેભાન થઇ જાય. તેમાં તેવું શું હોઇ શકે ? આ લેખકે સુપ્રિમ કૉર્ટ ઓફ ઇન્ડિયા સમક્ષના એક કેસમાં જોયું કે રિલાયન્સ આવી મહેસૂલી નોંધો જેનો ભાગ હોય તેવા ઍવોર્ડની અંગ્રેજી નકલ અરજ્દાર ખેડૂતને કોઇ પણ રીતે આપે નહિ , તે આપવામાં કે કૉર્ટ સમક્ષ રજૂ કરવામાં ભારે અખાડા કરતી હતી. કેમ ? હાઇકૉર્ટ અને સુપ્રિમ કૉર્ટ ઓફ ઇન્ડિયામાં બધી કામગીરી અંગ્રેજીમાં ચાલે. કાયદા અને તેના નિયમો અંગ્રેજીમાં.મોટા ભાગના જજો અંગ્રેજી જ જાણે. કંપની અંગ્રેજી તરજુમો કે પાઠ મૂકે નહિ તેથી અરજ્દારે બધા તુમારોનો અને અૅવૉર્ડનો અંગ્રેજી પાઠ રજુ કરવો પડે. ગુજરાતીમાં કંઇક જુદું જ હોય અને અંગ્રેજીમાં ખરો પાઠ હોય જે બધા જજ વાંચે, સમજે અને અર્થઘટન કરે !
આવી મહેસૂલી નોંધો પાછી એકતરફી જ હોય !
જમીન ગુમાવનારની ફરજો બધી , હક કોઇ નહિ. રિલાયન્સની ફરજો કોઇ નહિ,હક બધા !
બંધારણ ગયું તેલ લેવા અને સમન્યાયનો સિધ્ધાંત ગયો ઘાસતેલ લેવા ! આખે આખું કોળું શાકમાં ચાલ્યું જાય ! ૧૮૯૪નો કાયદો અંગ્રેજો આપી ગયેલા.૧૯૬૨થી તેના બચ્ચાં જેવા કાયદા આવવા માંડ્યા. રિલાયન્સ જેવાની જેવી જરુરિયાત તેવો કાયદો. તેમાં પણ “કંપનીની ફરજો કોઇ નહિ, હક બધા”નો સિધ્ધાંત પાને પાને ઘૂંટેલો હોય.
ગુજરાત હાઇકૉર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ વી. એમ. સહાય આ કેસથી ફારેગ થઇ ગયેલા ત્યારે એમણે એવું કારણ આપેલું કે આ કેસની કાર્યવાહિ દરમ્યાન કેટલીક બિના એવી બની કે તેઓને આ કેસ હાથ ધરવાનું ઉચિત જણાયું નહિ. શું તેમના પર દબાણ થયેલું ? શું કોઇએ તેમને લાંચ આપવાની કોશિશ કરેલી ? તેઓ કેમ “અસહાય” થયા ? ગુજરાત હાઇકૉર્ટના જજોમાં તે સમયે જે ખેંચતાણ ચાલતી હતી તેનો આ નિર્ણયમાં કોઇ ફાળો ખરો ? ગુજરાતના કે કેન્દ્રના કાયદા ખાતાએ તેમના પર કોઇ દબાણ કરેલું કે કેમ ? વી. એમ. સહાય તો બિહારના જંગલ રાજ તરફ રવાના થયા પણ પોતાની પાછળ ગુજરાતના ન્યાયતંત્રમાં પ્રવર્તતા જંગલરાજ પરથી પડદ્દો ઉપાડવા પોતાના સાથીઓને મજબૂર કરીને ગુજરાતની પ્રજાના ન્યાય તંત્રમાંના વિશ્વાસને ડગમગાવતા ગયા.
આ લખવામાં કોર્ટનો તિરસ્કાર કરવાની કોઇ ભાવના નથી, પરંતુ જ્યારે ગુજરાત સરકાર પોતે કાયદો વ્યવસ્થાની સ્થિતિ વિશે ગુજરાત હાઇકૉર્ટ સમક્ષ ઊલ્ટાસુલ્ટી અૅફીડૅવીટ કરે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડના મહોરા જેવા સૌરભ પટેલ સરકારમાં પ્રધાન હોય, આખી સરકાર અને ગુજરાતનું વહિવટીતંત્ર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડ અને મુકેશ નીતા અંબાણીથી પ્રભાવિત હોય ત્યારે ગુજરાતના રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડ દ્વારા મુકેશ નીતા અંબાણીથી પીડિત ખેડૂતો કોના પર વિશ્વાસ મૂકે ?
ગુજરાત હાઇકૉર્ટના માથે કપરી જવાબદારી અને કામગીરી આવી છે તેમાં કોઇ શક નથી.
ગુજરાત હાઇકૉર્ટના રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડ સંબંધિત અગાઉના ચુકાદાઓને સુપ્રિમ કૉર્ટ ઓફ ઇન્ડિયામાં પડકારવામાં આવેલા તેવા કેસની કાર્યવાહિથી તો સમગ્ર ન્યાયતંત્ર વિશે પાયાના પ્રશ્નો મનમાં થયા છે. અને શંકાઓ આ લખનારને અને ખેડૂતોના ઘણા મોટા વર્ગમા પેદા થઇ છે.
સુપ્રિમ કૉર્ટ ઓફ ઇન્ડિયા સુધ્ધાંમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડ જે રીતે ધુપ્પલ ચલાવે છે તે જોતાં તો છ રાજ્યોના ખેડૂતોએ હવે મોદી સરકારના ૧૦૦૧ દિવસ પુરા થાય એટલે દેશ વ્યાપી કિસાન આન્દોલન શરુ કરવાનું અવિધિસર રીતે નક્કી કર્યુ છે.
મોદી સરકાર, કોંગ્રેસ પક્ષ કે બીજા કોઇ પણ રાજકીય પક્ષ પાસે કોઇ પણ આશા રાખવાનું નકામું છે, કેમ કે, જેમ મોદી મુકેશ નીતા અંબાણીના રુપિયે ચૂંટણી જીતીને સતાસ્થાને આવ્યા તેમ તેવા લાભ અંકે કરવામાંથી કોઇ બાકાત નથી. એક માત્ર ન્યાયતંત્ર પર જ લોકોને આશા છે. ત્યાં પણ જો આ પરિસ્થિતિ હોય તો સીધાં પગલાં લેવા કે ભરવા સિવાય કોઇ આરોવારો નથી. *રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડ અને મુકેશ નીતા અંબાણીની આ કથા મોરારી બાપુ, રમેશભાઇ ઓઝા,પ્રફુલભાઇ શુકલ અને અન્ય દરબારી સન્ત મહન્તો તેમ જ ચિત્રલેખા ,અભિયાન, ગુજરાત સમાચાર,સંદેશ , દિવ્ય ભાસ્કર ,ગુજરાત મિત્ર, નવ ગુજરાત સમય ,ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા , ધ ઇન્ડિયન એક્સપ્રેસ, ઇન્ડિયા ટુ ડે જેવા ચુનંદા ચોકીદારોના ધ્યાનમાંથી કેવી રીતે બહાર નીકળી ગઇ ?
આ ચોકીદારોના તબેલામાં એક એક થી ચાર ચાસણી ચઢે એવા અને સામા તબેલામાં ખાતર પાડે તેવા ડાઘીયા કૂતરાઓ છે. ખેર તે તો તેમનો પ્રશ્ન છે ! પણ રિલાયન્સની સામે જામનગરના જે હિંમતવાળા ઇન મીન સાડા તીન ખેડૂતોએ પોતાની જમીન માટે જે અદાલતી જંગ માંડ્યો છે તેવો જ જંગ જરા જુદી રીતે સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી માટે સરકારે સંપાદન કરેલી જમીન અંગે લડાયેલો. તે જમીનો પર સરકારે કે યુનિવર્સિટીએ કોઇ ઉપયોગી કહેવાય તેવું વિકાસકાર્ય વર્ષો સુધી કરેલું નહિ. તેનું વળતર તે સંબંધિત ખેડૂતોને ચૂકવાયેલું કે નહિ તેની આ લેખકને માહિતિ નથી પરંતુ જમીનનો “નો યુઝ ” યાને કે “અનુપયોગ” મહત્વનો કાયદાકીય મુદ્દો તે કેસમાં હતો. ભાજપના અને ભાગવત ભજન મંડળીના ટેકેદાર તેવા પ્રેમ શારદા નામના પાક્કા વેપારી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર થયા અને તેમણે યુનિવર્સિટીના હિતોનું બારમું તેરમું કરી નાંખ્યું. રાઇટ ટુ ઇન્ફૉર્મેશન હેઠળની અરજીમાં પણ એ અંગેના યુનિવર્સિટી સિન્ડિકેટના ઠરાવો કે યુનિવર્સિટીના અતિ વિદ્વાન વકીલે ઠેઠ સુપ્રિમ કૉર્ટ ઑફ ઇન્ડિયામાં શું ઉકાળેલું તે જાણવા મળતું નથી.
યુનિવર્સિટીમાં લૉ ફૅકલ્ટી છે. સુરતમાં એક એક્થી ચડિયાતા વકીલો છે. પણ જે બિલ્ડર લોબી આ કેસ ખેડૂતો વતી લડતી હતી તે એવી લીલી કાકડીદાર હતી કે સુરતમાંના બધા જાંબાજ ચોકીદારોના ડાઘીયા કૂતરાઓ ભસવાનું જ મુદ્દલ ભૂલી ગયા ! એકલવ્યના કૂતરાનું મોં તો અર્જુને બાણોથી ભરી દીધેલું પણ આ સુરતી ડાઘીયા કૂતરાઓ તો તેમના માલિકો સાથે દિવાસ્વપ્નો જોતાં જોતાં પોતાનો મૂળ ધર્મ જ ભૂલી ગયા ! આજે પણ આ વિવાદાસ્પદ અને તેવા જ સંદેહાત્મક જમીન પ્રકરણને કારણે કોના મોં પર કેવી અને કેટલી લાલી આવેલી તેની રસિક વાતો ગુજરાતમિત્રના સંવર્ધક તંત્રી પ્રવીણકાન્ત રેશમવાલાના નામે પ્રવ્રુત્તિમય ડીપાર્ટમેન્ટ ઑફ જર્નાલીઝમમાં ચર્ચાય છે !
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડ અને મુકેશ નીતા અંબાણીની સરખામણીમાં સુરત ના બિલ્ડરનો તો કોઇ હિસાબ નહિ તે છતાં યુનિવર્સિટીનાં હિતો તાપીના અરબી સમુદ્ર સાથેના સંગમમાં ધરબાઇ ગયા, તો આ તો બધાં છાપાં સાગમટે ખરીદી લે તેવી રિલાયન્સ છે ! યુનિવર્સિટીમાં વીર નર્મદનું બાવલું જ બેસાડ્યું ના હોત તો જરા તરા ય વિવેક જળવાત.
ખેડૂતો આપી આપીને શું આપવાના ? ફક્ત મોં બંધ રાખવાથી અને ગાંધીજીના ત્રણ વાંદરામાં ચોથાનો ઉમેરો કરીને વિચારવાનું જ બંધ કરે તો રિલાયન્સ શું નહિ આપે ?
ખેર ,જામનગરના ખેડૂત અરજદારોના કેસમાં તો આવું કંઇ રંધાય તેમ નથી.
**બધા જ અખબારો રિલાયન્સના ખોળામાં બેઠા નથી.
સુરતથી પ્રસિધ્ધ થતા “ગુજરાત મેસેજ” દૈનિકના ૨૧ જાન્યુઆરી ૨૦૧૬ના અંકમાં “ઓહ રિલાયન્સ ! “ના ૧થી ૬ સુધીના ભાગ પ્રસિધ્ધ થયા છે.
તે અખબારને,તેના માલિકને ,તન્ત્રીને જેટલા અભિનન્દન આપીએ તેટલા ઓછા.વીર નર્મદની નગરીમાં એક પત્રકાર તો નીકળ્યો “દાંડિયો” લઇને મુકેશ નીતા અમ્બાણી અને રિલાયન્સ પીડિત હજારો ખેડૂતોનો અવાજ દુનિયાને પહોંચાડવા. .અત્યંત કમનશીબની વાત એ છે કે દિવ્ય ભાસ્કર સિવાયના બધા અખબારોના તે સમયના માલિકો સાથે મારે ભૂતકાળમાં એક સામાન્ય કર્મચારી તરીકે ખૂબ જ સારા સંબંધો હતા. પણ તે સંબંધોનું મૂલ્ય આજે કશું નથી.
તેઓએ મારામાં જે વિશ્વાસ મૂકેલો તેના આધારે તો આજના પત્રકારોને નવાઇ લાગે તેવી કામગીરીઓ મેં બજાવેલી. કેમ કે તે વખતે પત્રકારો અને માલિકોના મૂલ્યોમાં કૈક મૂલ્ય જેવું હતું.
જો તેમ નહિ હોત તો મારે ક્વિક માર્ચ કરવી પડી હોત !
ખેર, આજે એક અખબાર ચલાવવા જાત જાતના સમાધાનો કરવાં પડે છે.
અમે પત્રકારોનુ ,પત્રકારો વતી અને વાચકો માટેનું એક અખબાર પણ પ્રસિધ્ધ કરેલું. મેં અને મારા એક ગુરુ પૂ.રતિલાલ અનિલે આંખોનું નૂર ઓછું કરેલું અને અમારા બેઉનાં ગજવાં કાણાં થઇ ગયેલાં. ટકી ગયા. પૂ.અનિલભાઇ તો આજે નથી. મેં એમનું કાર્ય મારી રીતે ચાલુ રાખ્યું છે.
મારા એક મિત્ર આજે એનો વાવટો સંકેલાઇ નહિ જાય તેની મથામણ કરી રહ્યા છે. તે કર્મચારી તરીકે વાઘ હતા આજે માલિક તરીકે બકરી થઇ ગયા છે।
પત્રકારો અને અખબારી કર્મચારીઓ માટે લાગુ પડતા પાલેકર,બચાવત અને મજીઠીયા પંચના ઍવોર્ડનું પાલન નહિ કરવું પડે એ માટે માલિકોએ નરેન્દ્ન મોદીના તો રીતસર પગ જ પકડી લીધા. આજે બધા છાપાં ઉધ્ધડીયા,રોજમદાર પત્રકારો અને દરબારી કોલમિયાઓથી રોડવીને પસ્તી જોગ માલ સામાન બજારમાં ખાલવે છે. તે જ પોઝિટિવ વાત છે
એક વાત કહેવી પડે. મોદી અને મુકેશની જોડીએ તો આખા દેશમાંથી વિરોધના અવાજનો આંકડો જ સાફ કરી નાંખ્યો.
બધા વહેવારુ એટલે કે પ્રેક્ટીકલ થઇ ગયા.
પણ કુદરત કમાલ છે.દેશમાં બધાં બારણાં બંધ થયાં તો વિદેશોમાં અનેક ખુલ્યાં !
ઇન્ટરનેટના પ્રતાપે ફેસબુક ,ટ્વિટર ,બ્લોગ જેવા સોશિયલ મીડિયાના અંગોએ મારી વાતો દશ વરસથી દુનિયાને પહોંચાડી. એક પણ માલિક રિલાયન્સ કે મુકેશ વિરુધ્ધ એક પણ અક્ષર છાપવા રાજી થયો નહિ.
રખેને તે બદનક્ષીની નોટીસ આપે અને કેસ કરે તો ?
મને તો હવે દેશ વિદેશોમાં આવી બદનક્ષીવાળાં લખાણ રજૂ કરવાની તક મળી ગઇ ! સાયબર કાયદાઓ મને લાગુ પડે પણ તે સાથે મુકેશે પણ જાતે નવસારીની કોર્ટમાં એક વાર આવવું પડે ! જોઇએ એ કયારે અાવે છે ? બધા ખેડૂતો રાહ જોઇને જ બેઠા છે !
મારાં લખાણ વિદેશોમાં છપાય ,પણ દેશમાં રિલાયન્સ કે મુકેશના ભમરડાનો ભ !
સમય સમયની વાત છે. આજે તો મુકેશે સોશિયલ મીડિયા તેમ જ “ગુજરાત મેસેજ ” ખરીદી લેવાનો ઉપાય વિચારવો પડે. નરેન્દ્ર મોદીના તો હવે સુટબુટ જ રહ્યા છે. તે બિચારો નરેન્દ્ર રિલાયન્સના રુપિયામાં આખો ડૂબેલો છે તે છતાં તે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડ અને તેના સર્વેસર્વા માલિક મુકેશ નીતા અંબાણી જેવા ખેડૂતોના ગુનેગારને શી રીતે બચાવશે ?
બાકી આજે તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડ અને તેના સર્વેસર્વા માલિક મુકેશ નીતા અંબાણીની અનેક પ્રકારની ચોરીઓ અને ગેરરીતિઓ છાપરે ચડીને પોકારે છે કે દેશમાં કાયદાનું રાજ ક્યાં છે ??અખબારી આઝાદી જેવું છે ખરું ??
***મુકેશ નીતા અંબાણી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડ માટે મિશ્ર સમાચારો તાજેતરમાં આવ્યા.
૧. કંપનીનો નફો ઘણો વધ્યો.
૨. ગેસના કૂવામાંથી કંપનીએ કરેલી ચોરી યાને તફડંચી અંગે ઓએનજીસીની કકળાટભરી ફરિયાદ વિશે કેન્દ્રના તેલ પ્રધાન પ્રધાને લવાદ નીમવાના લીધેલા નિર્ણયને કંપનીની નામરજી છતાં કંપનીના પાર્ટનર બી.પી.એલે લીલી ઝંડી આપી દીધી.
૩. મુકેશ નીતા અંબાણીની સિક્યોરીટિ અંગે કમાન્ડો ફાળવવા સામે સુરક્ષા દળોમાં કચવાટની લાગણી.
૪.ઍન્ટીલિયા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડના કર્મચારીઓમાં યુનિયન સ્થાપવાની હિલચાલ.
કંપનીના વધેલા નફા સાથે હવે શેરહોલ્ડરોમાં બોનસ શેરની અપેક્ષાઓ પણ ઘણી વધી ગઇ છે. બધા એક જ પ્રશ્ન કરે છે કે નફો તો બધો મુકેશ નીતા અને તેના કુટુમ્બીઓમાં,ડિરેક્ટરોમાં અને સૌરભ પટેલ જેવા સગાંવહાલાઓમાં જ જતો રહેવાનો.
બાકીનો નફો મુકેશ નીતાની “પાટીયા બદલ, નવી કંપની બનાવ” નીતિમાં જ જતો રહેવાનો.
“મુકેશ નીતાની પિગી કંપનીઓ” તરીકે જાણીતી આવી કંપનીઓમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડના શેરહોલ્ડરોનું તો કોઇ હિત કે વજૂદ જ નહિ હોય. તો આ વધેલો નફો કંપનીના ઉત્પાદનોની કિંમત ઓછી કરીને દેશની જનતાને ,શેરહોલ્ડરોને અને ગ્રાહકોને સીધો લાભ શા માટે નહિ આપવો ?
કંપની દ્વારા ગેસની તફડંચી વિશે આ લેખકે ફેસ બુક પર અને ગુગલ+ પર અંગ્રેજીમાં ટિપ્પણી કરી છે તે જરુર જણાયે ગુજરાતીમાં રજૂ થશે.
વર્તમાન સંજોગાોમાં આતંકવાદીઓના વધેલા ઉધામામાં તૈયાર કમાન્ડોની ખાસ્સી અછત છે. ત્યારે મુકેશ નીતા અંબાણીની સિક્યોરીટિ અંગે કમાન્ડો ફાળવવા સામે સુરક્ષા દળોમાં કચવાટની લાગણી વાજબી જણાય છે. દેશના બીજા કયા ઉદ્યોગવીરોને આ રીતે કમાન્ડોની જરુર પડી ? મુકેશ નીતા અંબાણીનાં એવાં તે કયાં કામો છે કે જેના કારણે કોઇથી એમણે ડરવાનું હોય ? અમેરિકામાં ગુગલ્, ફેસબુક , આલ્ફાબેટ , માઇક્રોસોફ્ટ, ડિઝની પિક્ષ્રર ,એપલ ,ટ્વિટર વિ. કંપનીઓના માલિકો કે વડાઓના દર્શન દુર્લભ નથી. સામાન્ય નાગરિકો, મુલાકાતીઓ અને ખાસ તો પોતાના કર્મચારીઓને તેઓ નિર્ધારિત સમયે વિના આનાકાની મળતા હોય છે. તેઓને કોઇનો ડર લાગતો નથી.
રતન ટાટા, અને આનંદ મહેન્દ્રને ઉદ્યોગનું વારસું મળ્યું પણ તે તેઓના માથે ચઢી બેઠું નથી. તેઓ પત્રવ્યવહારથી કે રુબરુમાં પણ કોઇને પણ સહેલાઇથી મળે છે. તેવું જ પોતાના બુધ્ધિબળથી આગળ આવેલા નારાયણ મૂર્થિ અને નંદન નિલેકનીનું છે.મહાન, પવિત્ર ભારત ભૂમિના અતિ ભયાનક રાજકારણ અને લાંચ રુશ્વતથી ખદબદતા વાતાવરણંમા જ તેઓએ પ્રગતિ કરી છે. તેઓની સરખામણીમાં મુકેશ નીતાનો એક માણસ તરીકે બીજા માણસ સાથેનો વ્યવહાર અત્યંત તુચ્છ અને હલકો રહ્યો છે એવો આ લેખક્નો અને અનેક ખેડૂતોનો અનુભવસિધ્ધ અભિપ્રાય છે. જે ખેડૂતોની જમીનો મુકેશ નીતાની ગેસ પાઇપ લાઇન માટે ખૂંચવી લેવાઇ તે ખેડુતોને એમણે તદ્દન નકામા હરામખોર, લુચ્ચા અને લાંચિયા અધિકારીઓના ભરોસે ધુત્કારી કાઢ્યા, મળવાનું તો બાજુએ રહ્યું ,અનેક પત્રોના જવાબ સુધ્ધાં આપ્યા નહિ. હજીરા સ્થિત યુનિટના અધિકારીઓ જેવા કે હેમંત દેસાઇ અને જયેશ ગજ્જર અને કારકુન કમ પટાવાળાની કક્ષાના એવા દિગંત દેસાઇની ત્રિપુટિએ તો મુકેશ નીતા અને રિલાયન્સની બધી ગુડ વિલ સાફ કરી નાંખી. પાછું બધું મુકેશ નીતાની જાણ અને સંમતિથી થયું હોવાનું તેઓ છાતી ઠોકીને બધાને કહે તે તો છોગાંમાં. હવે આવા હલકા માણસોને સિક્યોરિટીની જરુર નહિ પડે તો કોને પડે ? પણ તે માટે કમાન્ડો ? પાછું આ કમાન્ડોએ આમ તો માખી જ મારવાની ને ? મુકેશ નીતાને કે એમના બાળકોને જોવાની પણ કોઇને ફુરસદ નથી.
કેટલા ક સમયથી ઍન્ટીલિયા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડના કર્મચારીઓમાં યુનિયન સ્થાપવાની હિલચાલે પાછું જોર પકડ્યું છે.બે ઠાકરે પિત્રાઇઓ, ભારતીય મઝદૂર સંઘ અને કોંગ્રેસના ભરોસે જવુ કે સામ્યવાદીઓના તેની ગંભીર ચર્ચાઓ ચાલી રહી છે. કોન્ટ્રાક્ટ લેબરથી થતા કામોમાં કામદારોને કોઇ લાભ દેખાતો નથી.મલાઇ કંપનીના અધિકારીઓ , કોન્ટ્રાક્ટરો અને પોલિસ સહિતના સરકારી અધિકારીઓ ખાઇ જાય છે તેવી ફરિયાદે ગંભીર રુપ ધારણ કર્યું છે. તેથી વાર તહેવારે આવા કામદારોને રિલાયન્સના કર્મચારી ગણવાની માગણી હજીરાથી લઈને જામનગરનાર યુનિટ સુધી પહોંચી છે.
હવે જોવાનું એ છે કે મુકેશ નીતા પહેલાં ઍન્ટીલિયાનો પ્રશ્ન કેવી રીતે ઉકેલેછે !?
ઘરની આંતરિક વાતોનો ઉલ્લેખ તેઓની પ્રાઇવસીના ભંગ સમાન છે. તેથી અત્રે અનુચિત છે અને તેને પ્રોત્સાહન અપાય તેમ નથી.
****અત્યાર સુધીમાં મુકેશ નીતા અંબાણી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડ માટે જે લખાણ અત્રે પ્રસિધ્ધ થયા તે વિશે મિશ્ર પ્રત્યાઘાતો આવ્યા છે.કેટલાકે તે લખવા અંગેની મારી પાત્રતા,યોગ્યતા અને હેતુઓ અંગે ધારદાર પ્રશ્નો કર્યા છે.હું એક રિલાયન્સ પીડિત નાગરિક છું અને એ સાથે તે કંપનીમાં ક્ષુદ્ર હિતો ધરાવતો અતિ સામાન્ય રોકાણકાર છું. અામ મારાં બે હિતો દેખીતી રીતે ટકરાય છે અને એમાં મને નુક્સાન જાય છે.અલબત્ત તે નીતાની સુવર્ણ જયંતિની ઉજવણીમાં ખર્ચાયેલા પાંચસો કરોડ રુપિયા જેટલું તો નથી જ ! નુક્સાન એ નાનું કે મોટું આખરે નુકસાન જ છે. બીજા બધા પ્રશ્નોનો યોગ્ય સમયે વિસ્તારથી જવાબ આપીશ ,મુકેશ નીતા અંબાણી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડની માફક મૌન નહિ રાખું કે હરામખોર અધિકારીઓ અને સૌરભ પટેલ ઉર્ફે દુર્ગંધ દલાલ કે સરકારી તંત્રની મદદ ,ટેકા વડે નફ્ફ્ટ નહિ થઇ જાઉં.
રિલાયન્સના અધિકારીઓ વિશે જે શબ્દો મેં વાપર્યા તે સામે પણ ખેડૂતોએ લખ્યુ કે જરા સારી ભાષામાં લખો ! જ્યારે પાઇપ લાઇનનો સર્વે થયો ત્યારે એ બદમાશો તમારા ગામે આવેલા ત્યારે તેઓની આગતા સ્વાગતા કરવાની ખેડૂતોમાં હરીફાઇ થયેલી. એકે દૂધપાક તો બીજાએ બાસુદી, ત્રીજાએ પેટીસ તો ચોથાએ કચોરી. ઠેઠ સુરતથી આઇટમો મંગાવેલી ને ગણદેવીના ગામડાઓમાં વા…..રીઓને ખવડાવેલું.કોઇને છોકરાની નોકરીનું તો કોઇને એજન્સીનું રીતસરનું ગાજર એ હરામખોરોએ પકડાવેલું. ખૂટલ લોભિયા ખેડૂતોને વધારે વળતરની પણ એ લોકોએ લાલચ આપેલી.છેલ્લે પેલા લાંચિયા વી.આઇ.ગોહિલે બધાને અંગૂઠો ચૂસવા આપી દીધો ! પાછો એ વી.આઇ.ગોહિલ તો સક્ષમ અધિકારી ! જજની તેની કક્ષા. મારી સામે તો આવી જુએ. બધાએ મુકેશને રાવ કરી તો આ લુચ્ચા અધિકારીઓ મૂછમાં હશે. કેમ ? તો કહે ,” જેવા અમે તેવા અમારા શેઠ !” હા ભાઇ હા ! વાત તમારી સાવ સાચી !
બીજાઓને એટલું જ કહેવાનું કે,” જેની ગોદડી અને ગાભા જાય તેને જ ખબર પડે કે તાઢ એટલે શું !”
હું દોઢ ડાહ્યો.. મેં મહાન નેતા નરેન્દ્ર મોદીને કાગળ લખ્યો. વાયા વાયા કલેક્ટર મીનાએ મામલતદારને મળવા કહ્યું. આપેલા સમયે હું પહોચ્યોં. ત્યારે ત્યાં આજ અધિકારીઓ હાજર. તેમાંનો એક મારા વેવાઇ પક્ષનો. મને કહે,” તમારા પાડોશીને વળતર ચૂકવી દીધું છે.તેની પાસેથી લઇ લો !” મામલતદાર ક્ચેરીનો સ્ટાફ અને પેલાઓ ખડખડાટ. હસ્યા . મેં કીધું, “હું ઉપર જઇશ.” તો તેના સાહેબે આ મતલબનું કહ્યું,આ તો અમારા ઉપલા ખિસામાં,…તે પેન્ટના ડાબા ખિસામાં, પેલો જમણા ખિસામાં,ગાંધીનગરના આ ….તો પાછળના ખિસામાં ..સૌરભ પટેલ તો અમારા જમાઇ !
ત્યારે મારી ટ્યુબલાઇટ સળગી !
પેલા મારા વેવાઇ પક્ષનાને તો શેઠ ને વાણોતરોની ટોળકીએ લોટું પકડાવ્યું !
હવે આ યુનિયનવાળી વાત આવી એટલે ખ્યાલ આવ્યો કે અતિ વફાદારોને તો આ લોકો કાઢી જ મૂકે છે ! આવું જ બધે બનતું હશે ! ત્યાં યુનિયન નહિ થાય તો જ નવાઇ !
રિલાયન્સના કર્મચારીઓ માટે રિલાયન્સ હેસ બીકમ અનરિલાયેબલ !
( ક્રમશ } :
*ઓહ રિલાયન્સ ! ભાગ : ૭ **ઓહ રિલાયન્સ ! ભાગ : ૮ ***ઓહ રિલાયન્સ ! ભાગ : ૯ ****ઓહ રિલાયન્સ ! ભાગ : ૧૦
The most recent comments on Facebook & Twitter: