Posts Tagged ‘Three Tier Ministry’

Traffic Jam at Jhadeshwar

August 2, 2013

Hello World,
Bharat K.Shah’s following article analyses the present situation.
Traffic jam at Jhadeshwar Bridge on Narmada River near Bharuch, Gujarat is symbolic of
(1) Political and administrative stand off in Gujarat,
(2) inertia and/or inability to be effective on the part of Ahmed Patel and Tushar Chaudhari,
(3) unhealthy center-state relationship,
(4) failure of public grievances’ redressal system,
(5) callous attitude of National Highway Authority of India,
(6) poor standard of bridge construction engineering and technology,
(7) corrupt practices adopted at every stage in public works,
(8) lack of effective punitive provisions against government officers, contractors and engineers responsible for poor quality of work
(9) public apathy or sense of helplessness on the part of commuters using the bridge,
(10) financial mismanagement and corrupt practices in granting powers to collect toll tax,
(11) apathy on the part of agency to collect toll tax for maintenance and repair of bridge,
(12) ineffective and /or uselessness of three tier ministry at center and state and
(13) lack of political understanding and farsightedness on the part of Gujarat’s (BJP) Govt. represented by NaMo and UPA’s (Congress) Govt. represented by Ahmed Patel.

i quote,
“વર્તમાન પ્રવાહ
સુરત અને દમણથી પ્રકાશિત ગુજરાતી દૈનિક
તા. ૧-૮-૨૦૧૩
વર્તમાન પ્રવાહ- આપણો, સૌનો અરીસો
ભરત શાહ, ૯૮૨૫૦૯૧૬૭૮
સુરત
ઝાડેશ્વરનો ટ્રાફિક જામ
આજકાલ જ્યાં ત્યાં ટ્રાફિક જામ અને તેના કારણે સર્જાતા પ્રશ્નો સૌને પજવે છે. પ્રશ્ન એ છે કે ટ્રાફિક જામ કોને નડે અને કોને કનડે? સામાન્ય માણસ એટલે કે નોકરીએ જતો, મજૂરીએ વેળાસર પહોંચવા હડિયાપટ્ટી કરતો, જાત્રાએ જતો યા ફોકટની સહેલસપાટે નીકળેલો નાગરિક પોતે પોતાને ગમે તેટલો મહત્વનો સમજતો હોય તો પણ ટ્રાફિકના તેને થતા નડતરની કોઇ કિંમત નહિ. નોકરીમાં મોડો હાજર થયેલો કારકુન ઓફિસમાં કહી દે કે ટ્રાફિકમાં ફસાયેલો… એનો સાહેબ પણ એવા જ માન્ય ટ્રાફિકમાં ફસાતો હોય… અવારનવાર ફસાતો હોય એટલે સમજે કે આ તો આપણો હમસફર… શરીરશ્રમ વેચનારા મજૂરનો કોણ સાહેબ… જે હોય તે, તેને મજૂર કહી દે કે જાવ, અત્યારથી જ હું છુટો… કાલથી નહિ… પેલો ક્યાં જાય ? અરે ભાઇ ! હું ક્યાં કહું છું કે તું છુટો… તું નહિ, હું જ બંધાયેલો… હવેથી મોડું નહિ થાય તે રીતે પવનપાવડીએ આવ ભાઇ… સાથે તારી ઘરવાળીને અને છૈયાં છોકરાંને પણ લેતો આવજે… બધાંયેનું થઇ રહેશે…. જાત્રાએ નીકળેવાને બહુ બહુ તો ટ્રેઇન-બસ ઉપડી જવાનું ટેન્શન રહે… તેમાં પણ રીઝર્વેશન હોય તો થઇ ગઇ જાત્રા… શરૃ થતાં પહેલાં જે ટ્રાફિકમાં રહ્યે રહ્યે, ઊંચાનીચા થતાં થતાં સ્ટોકમાં હોય તે સરસ્વતીવચનોથી સહપ્રવાસીઓ કે નાનામોટાં કુટુંબીજનોનો ભાષાવૈભવ વધારવાનું કામ શરૃ… ફોકટની સહેલસપાટે નીકળેલો મોજીલો તો ટ્રાફિક જામને આનંદ પ્રાપ્તિની ધન્ય ઘડી સમજીને હરખાય… અનેક પ્રકારના માણસોની નાનાવિધ ક્રિયાઓ અને પ્રતિક્રિયાઓ જોવાની મજા કોઇએ લીધી હોય તો આ નિર્દોષ પ્રવૃત્તિના લાભાલાભ સમજાય… ફોકટમાં ફરવા નીકળેલા… આનંદપ્રાપ્તિ પણ ફોકટમાં…
ખરો પ્રશ્ન સર્જાય અત્યંત કામઢા અથવા મહત્વના કહેવાય, ગણાય તેવી ખુરશીએ બિરાજેલા, વરાયેલા, ચોંટેલા મહાનુભાવ અને તેની તહેનાતમાં આગળ પાછળ ચાલતી, દોડતી, મોબાઇલમય રહેતી વરદીધારી યા સિવિલ ડ્રેસવાળી જમાત માટે… તેમાં પણ જો આ મહાનુભાવ (ભારત સામ્રાજ્ઞાી) સોનિયા ગાંધીના વજીરે ખાસ અહમદ પટેલ હોય તો શું થાય ? વળી તેઓ જે સ્થળે ટ્રાફિકામાં ફસાય તે જગ્યા જો નર્મદા નદી પરનો ઝાડેશ્વર પુલ હોય કે તેને આ બાજુથી કે પેલી બાજુથી જોડતો નેશનલ હાઇવે હોય તો…
… થઇ રહ્યું ! કેન્દ્રના માર્ગ અને પરિવહન મંત્રાલયના બાબુઓ અને પહેલી, બીજી કે ત્રીજી કક્ષાના મંત્રીઓનું આવી બન્યું… તાજેતરમાં કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રીઓ ઓસ્કાર ફર્નાન્ડીઝને અને તુષાર ચૌધરીને ભરૃચ દોડી આવવાની ફરક પડી હતી… કેમ ? અહમદ પટેલ પાસે ઝાડેશ્વર બ્રિજ અંગેની ફરિયાદોનો ઢગલો થઇ ગયો કે અહમદભાઇ @ બાબુભાઇ, તેમના પત્ની મેમુનાબેન કે નજીકના કુટંબી યા છોટે બાબુભાઇ @ ફૈઝલભાઇ યા છોટેબાબુના સવાયા કાશ્મિરી પત્ની ઝૈનબબાનુ કે બીજું તેવું જ કોઇ જે અહમદભાઇને કામનું યા મહત્વનું હોય તે આવો ટ્રાફિક જામમાં અત્યંત ખરાબ રીતે ફસી ગયું હોય અને તેમાંથી મળતો ફોકટ આનંદ લેવા શક્તિમાન રહ્યું નહિ હોય!! વજીરેખાસના વતનના ગામ પિરામણમાં ભલે હવાપાણી પ્રદૂષિત થઇ ગયાં હોય… ભલે ત્યાંના સ્થાનિકો અંદરખાનેથી બાબુભાઇના ભારે પ્રશંસકો હોય… તે તો બધું બાબુભાઇએ એકલપંડે કરેલા, સાધેલા વિકાસને લીધે જ હોય ને !! ભરૃચના એક સમયના મહારાજા જેવા સંસદસભ્ય અને પાછા ભારતસામ્રાજ્ઞાીના વજીરે ખાસ… તેમના પિરામણ ગામે જવા આવવામાં આવી બધી અડચણ પડે તે કેમ ચાલે ? કોણ છે તેનો જવાબદાર અધિકારી ? પહેલો વાંક તો અહમદ પટેલનો જ નીકળે… પણ આ વજીરેખાસને કોણ કહે કે ભાઇ, તમે આટલાં વર્ષો નવી દિલ્હીમાં બેઠા રહ્યા… ને આજે જ કેમ ખબર પડી કે ઝાડેશ્વર બ્રિજ પર ભયંકર ટ્રાફિક જામ થાય છે… હવેથી અહેમદ પટેલ એમના ગામ નજીક ઉડન ખટોલા ઉતરે તેવી સગવડ કરવાના છે… ગામના લોકોને જુદા જુદા પ્રકારના ઉડનખટોલા જોવા, જાણવા મળશે… તેમાં બેસવા નહિ મળે. એમાં વપરાતું ઇંધણ જો ભરૃચ, અંકલેશ્વર, પાનોલી, સુરત સહિતનો કોઇ ઉદ્યોગપતિ યા એન્ટીલીયાવાળા મુકેશ અંબાણી કે તેવા જ કોઇ સખીદાતા જ્ર સખીલાભાર્થી પુરાવી આપે અને સાથે યાન પણ આપે તો પણ ગામલોકોને એમાં બેસાડાય નહી… કેમ ? તે ભોંયભેગું થયું તો ? ગામલોકોનો એટલે કે મતદારોનો જીવ ઘણો કિંમતી… ચૂંટણી નજીકમાં હોય ત્યારે તો ખાસમ્ખાસ!!
ચૂંટણીના પાટે ચડી ગયા પણ પેલા ઓસ્કાર ફર્નાન્ડીઝે અને તુષાર ચૌધરીએ નવી દિલ્હીથી દોડી આવીને ઉકાળ્યું શું ? ભરૃચ આવ્યા, ભરૃચના દાણા અને ચીકી ખાઇને કોલેસ્ટોરોલમાં વૃદ્ધિ કરી. તુષારભાઇ તો પાછા એમ.એસ. યુનિર્વિસટીના એમને માટે જ બનાવાયેલા ખાસ નિયમના લાભાર્થી એવા મેડિકલ ડોક્ટર… ડોક્ટરીનું ખાતું હોય તો સમજ્યા પણ માર્ગ અને પરિવહન મંત્રાલય… ચાલો સમજ્યા, માથે પડે તો બધું યે આપોઆપ આવડી જાય… કામ કામને શીખવે ! ભાઇ, પણ મંત્રાલયમાંની કચેરીમાં એમના ટેબલ પર કોઇ ફાઇલ હોય તો ને ? ખબરીઓ એવું કહે કે કેબિનેટ રક્ષાના પ્રધાનો એવું ઇચ્છે કે એમના હાથ નીચેના પ્રધાનોને બિચારાને આરામ જ કરવાની, આખા દેશમાં સરકારી ખર્ચે ફરવાની, દિલ્હીની (ડે એન્ડ) નાઇટ લાઇફનો આનંદ માણવાની ઉત્તમ તકો આપવી… સમય આવ્યે, અવેજીમાં ઉદઘાટન કરવાનો કે તસવીરો પડાવવાનો લાભ આપવો… એ સિવાય કોઇ નીતિનિર્ણયનું કામ કે તેની જવાબદારી કે તેમાંથી મળતા લાભાલાભ આવા પ્રધાનોને આપવા નહિ. ખાસ આવં જ કારણોને લીધે રાજ્યોના મુખ્યપ્રધાનો અને વડાપ્રધાનના શિરે લાંબુંલચક લિસ્ટ થાય તેવાં ખાતાંનો ભાર હોય છે… તેમાં યે પાછું સમપ્રમાણમાં લાભાલાભવાળું પાસું તો ખરું જ…
ઓસ્કાર ફર્નાન્ડિઝ અને તુષાર ચૌધરીએ ભરૃચ આવીને, ઝાડેશ્વર બ્રિજની ટ્રાફિક સમસ્યા જાણી સમજીને લાગતાવળગતા સ્થાનિક અધિકારીઓને તાકીદ કરીને જાહેર કર્યું કે રીપેરીંગ હેઠળનો જૂનો બ્રિજ ફક્ત ત્રણ મહિનામાં ચાલુ કરાશે અને નવા પુલનું કામ હવે પછીના ફક્ત ત્રણ વર્ષમાં પુરુ કરાશે. આનંદો… નેશનલ હાઇવે નંબર આઠનો વપરાશ કરનારાઓ… ભરૃચી નાગરિકો ભરૃચી સિંગદાણાના છોડાંમાંથી યે જ્યાર ેતેલ કાઢવાની ફિકરમાં હોય ત્યારે આવી નકામી છોડાં જેવી જાહેરાત તો આ પ્રધાનો નવી દિલ્હી બેઠેબેઠે પણ કરી શક્યા હોત ! અહમદ પટેલ પણ આટલા વર્ષોના મહાઅનુભવી. તેઓએ પણ આવો ખેલ કેમ પાડયો ? તુષાર ચૌધરી તો છાશવારે ગુજરાતમાં આવે, કેમકે, તાપી જીલ્લાનું વડુંમથક વ્યારા તો એમના વતનનું નગર… તેઓને ઝાડેશ્વરના ટ્રાફિક જામનો અનુભવ આજ સુધી થયો જ નહિં હોય ? કે પછી કંઇ ઉપજતું જ નહિ હોય ?
પ્રશ્ન અહમદ પટેલ અને તુષાર ચૌધરીના એકવારના કે અવારનવાર થયેલા અનુભવનો નથી. નેશનલ હાઇવે ઓથોરિટી એક સ્વાયત્ત સત્તામંડળ, ગુજરાતમાં હોય કે મહારાષ્ટ્રમાં, સ્થાનિક સરકારે અને તેના વહીવટીતંત્રે એને અનુકુળ થવાનું. ભરૃચના ધારાસભ્ય દુષ્યંત પટેલ અને તુષાર ચૌધરીએ રીતસરનું વાક્યુદ્ધ અખબારી પાને ચડાવ્યું. આખું ગુજરાત જાણે છે કે ઝાડેશ્વરનો જૂનો પુલ તો જે દિવસે એનું ઉદઘાટન થયું તે દિવસનો જ રીપેરીંગમાં છે. એના કોન્ટ્રાક્ટર અને તેને મંજૂરી આપનારા બધાના તોબારા એ વાતે ચડી જાય કે સદી વટાવી ગયેલો ભરૃચનો ગોલ્ડન બ્રિજ હજુ યે અડીખમ છે અને શ્રેષ્ઠ એન્જિનીયરીંગ ટેકનીક અને નિર્માણકળા સાથે બનેલો ઝાડેશ્વર બ્રિજ પહેલા દિવસથી જ બિસ્માર છે ! એના રીપેરીંગમાં આજ સુધીમાં કેટલો ખર્ચ થયો ? નવો બ્રિજ બની જાય તેટલો તો નહિ જ હોય ? ટોલટેક્ષ ઉઘરાવ્યો કોણે ? તેનો પરવાનો કોણે આપ્યો ? તેની મુદત ક્યારે વીતી ગઇ ? મુદત વીતી જવા છતાં ટોલટેક્ષ કેમ ઉઘરાવાયો ? તે વિશે તુષાર ચૌધરી કેમ મોંમાં મગ ભરીને બેઠા રહ્યા ? રીપેરીંગની જવાબદારી કોની ? હવે આ પ્રશ્નોની ગોધાલડાઇનો ઉકેલ કોણ લાવશે ? ગુજરાત હાઇકોર્ટ કે સુપ્રિમ કોર્ટ ઓફ ઇન્ડિયા ? કેસ કરવા છે કોઇ નવરું ?
આ તો થોડામાં ઘણું…”
i unquote.