Posts Tagged ‘ISO Certified Office’

Seek votes ,then…

July 30, 2013

Hello world,

December 2013 is not far,but,Lok Sabha elections are expected even before that.Term of Lok Sabha 2009-2014 is scheduled to expire on 31 May 2014. Meanwhile BJP and Congress have started poll preparations much ahead of the expected declaration for the said election .

Bharat K.Shah has given an indepth report after studying voters’ views. Valsad, Navsari and Surat are under heavy rains and that has exposed BJP’s Vikas bogey thoroughly. MPs, MLAs,corporators and members of District and /or Taluka Panchayats as well as Nagarpalikas avoid meeting voters lest they show them pot holes! All roads expose BJP’s prism of corruption prevalent at all levels. Bharat K. Shah has fixed Navsari MP C.R.Patil in a very humorous manner.By the way , voters have given him a popular but equally colloquial name, ‘Chandulal’. As it appears today Navsari MP’s efforts to appease voters by arranging community dinners on various pretexts viz. his children’s weddings have boomranged with multiple questions about his past activities.He is likely to be dropped from the list of candidates for the next Lok Sabha election. He has taken enough advantage of his stint with BJP and NaMo.

NaMo has an ISO certified office at Gandhinagar. Our Chandulal was quick to immitate. He runs an ISO certified office ostensibly for voters.CR Patil@Chandulal is known for his noncompliance of labour laws.It will be interesting to know his new ‘avtar’ after he wounded up his well publicised flagship New Surat Times and his association with Nav Gujarat Times. Let him declare all details of his ISO certified office for public scrutiny and examination by ECI ( Election Commission of India).

i quote,

“વર્તમાન પ્રવાહ

સુરત અને દમણથી પ્રકાશિત ગુજરાતી દૈનિક

તા. ૩૦-૭-૨૦૧૩

વર્તમાન પ્રવાહ- આપણો, સૌનો અરીસો

ભરત શાહ, ૯૮૨૫૦૯૧૬૭૮

સુરત

મત માંગવા આવો છો પછી…

વલસાડ તાલુકાના માલવણના રહીશોએ ધારાસભાની ચૂંટણીમાં ‘નમો’ના નામ પર ભાજપને યાને કમળને માન આપીને ધારાસભ્ય તરીકે ભરતભાઇ પટેલને ચૂંટી કાઢેલા. ચૂંટાયા બાદ સન્માન સમારંભમાં હારતોરા અને ફૂલોના ગુચ્છા લઇને ગયેલા લોકોએ હવે ભરતભાઇ પટેલને શોધવા એમના કાર્યાલય સુધી, વલસાડના સ્ડેટિયમ રોડ પર મોરચો લઇને જવું પડયું. કેમ ? પંદર વર્ષ અગાઉ બનેલા રસ્તા પર હવે વાહનો પણ પસાર થઇ શકતા નથી ? કેમ ? ખાડા પડી ગયા છે. કેમ ? મરામત થઇ નથી. કેમ ? ગ્રામ પંચાયતના કે તાલુકા પંચાયતના બજેટમાં તેની જોગવાઇ થઇ નથી. કેમ ? ધારાસભ્યે એક જ ગામનું જોવાનું હોય નહિ… આખા મત વિસ્તારનું ધ્યાન રાખવાનું હોય. એવું કેમ ? વલસાડ – સુરતના જ મોરારજી દેસાઇએ દેશના નાણાપ્રધાન અને વડાપ્રધાન થયા બાદ એવું કહેલું કે તેઓએ ફક્ત વલસાડ, સુરત અને ગુજરાતનાં જ હિતોનું નહિ પણ આખા દેશનું ધ્યાન રાખવાનું હોય છે ! મોરારજી દેસાઇને વાત તો છોડો… તે તો મોરારજી હતા. સર્વોચ્ચ હતા એટલે બધું ચાલ્યું… ચાલ્યું નહિ દોડયું… પણ ભરતભાઇ અથવા નમો સુદ્ધાં થોડા મોરારજી છે ?

મોરારજીએ જે શીખવેલું કે કહેલું એનો અવળો અર્થ આ ભાજપના કમળધ્વજધારકો અને કેસરિયા ખેસધારકો તેમજ કોંગ્રેસનો ત્રિરંગો પકડનારાઓ જે સમજ્યા તે એ કે મત માંગ્યા પછી, ચૂંટાયા પછી બીજી ચૂંટણી આવે ત્યાં સુધી પોતાનાં હિતો (એમાં પક્ષનાં અને પ્રદેશનાં, દેશનાં હિતો આવી જાય) સિવાય બીજા કશાનું ધ્યાન નહિ રાખવાનું. મતદારોને કામ હશે, ગરજ હશે અને બેનંબરી કામો કરાવવાં હશે તો નાનામોટા ‘ગાંધીજી’ને લઇને આવશે ! ગાંધીબાપુ ભલેને સ્વર્ગે પહોંચ્યા, ગોડસેએ તેમના દુઃખી જીવને કોંગ્રેસીઓથી મુક્ત કરેલો… પણ પછી તેમને ચલણી નોટો પર અને દેશભરની સરકારી કચેરીઓની દિવાલે ગોઠવી દીધા એટલે થયું એવું ગાંધીમુક્ત થયેલા કોંગ્રેસીઓ અને પાછળથી તો બધા યે રંગના રાજકર્તા રાજકારીઓ સમજેલા… રશિયામાં લેનિન અને ચીનમાં માએ ત્સે તુંગના વિચારોનું વારસોએ તર્પણ કરી નાંખ્યું અને તેઓના ફોટા કાયમ રાખ્યા તેમ જ સ્તો… ‘નમો’નું ચલો દિલ્હી અભિયાન સફળ થાય એટલીવાર ગાંધીબાપુના ફોટાને પણ આરામ આપી દઇશું !

મતવિસ્તારની, મતદારોની, બીજા નાગરિકોની કાળજીની અને સેવાચાકરીની વાત કરતાં કરતાં ગાંધીબાપુના પાટે ક્યાં ચડી ગયા ? એ જ ગાંધીબાપુએ કહેલું કે સેવા કરો અને મેવાની અપેક્ષા નહિ રાખો. એ તો ગાંધીબાપુ પાસે તો બિરલા હતા એટલે તેમને એવી બધી વાતો કરવાનું પોસાયેલું… આપણી પાસે ક્યાં બિરલા… સોરી, સોરી તાતા કે મુકેશ અંબાણી છે ? તેમને તો નમોએ ગજવે ઘાલ્યા… આપણું શું ? ધારાસભ્ય અને સંસદ સભ્ય થયા પછી સરકારી ગાડી મળે કે નહિ ? એવો પ્રશ્ન પૂછવાનો નહિ. મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતના સમિતિ અધ્યક્ષોને પણ ખુરશી મળતાં વાર જ ચતુરચક્રીનું સુખ પ્રાપ્ત થાય ! જેને આવાં સુખ નહિ મળે તે ભાઇ કે બાઇમાં એટલું મીઠું ઓછું !! ધારાસભ્ય કે સંસદસભ્ય થયા પછી રાજ્યની માર્ગપરિવહન બસોમાં રીઝર્વ રખાયેલી બસની બેઠકનો ઉધ્ધાર થોડો થાય ? પેસેન્જરો ટીંગાતા જાય એના કરતાં ભલે ને એના પર બેસતા… અલબત્ત ટિકિટ ખરીદીને જ સ્તો… પ્રજા એ મફત સગવડ શેની મેળવવાની ? ધક્કા ખાવાની, ખાડા ટેકરાવાળા રસ્તા પર ઠોકરો ખાવાની, વાહનો હોય તો આમતેમ કુદાવીને કમરના મણકા ઢીલા કરીને પાછી ખિસ્સાં ઢીલા કરવાની… દરેક ઠેકાણે લાઇનમાં કલાકે સુધી ઉભા રહેવાની…

ભાઇ ભરતભાઇ પટેલ ધારાસભ્ય થયા તો શું થયું ? લોકોએ આમ એમની ઓફિસે મોરચો લઇને પહોંચી જવાનું ? ખાનગી વાત એ છે કે ધારાસભ્યે જ આવો મોરચો લઇને આવવા કહેલું, કેમ ? પ્રસિદ્ધિ મળે અને રસ્તો રીપેર કરાવવાની બજેટની જોગવાઇ ઠેઠ નમો પાસે જઇને કરાવવાનો રાજમાર્ગ મળે… આ સેવક એવું આરામથી કહી શકે કે, “રાષ્ટ્રીય ધોરી માર્ગ પર પણ ખાડા છે, રાજ્યના કે ડિસ્ટ્રીક્ટના કહેવાય તેવા રસ્તા પર પણ અનેક ખાડા છે. તાજા બનેલા રસ્તાઓ પર પણ ખાડા છે. સુરત મહાનગરપાલિકાના સ્વચ્છ શાસનમાં બનેલા નવા બ્રિજ, ઓવરબ્રિજ, રાજપથ પર ખાડા નહિ ગાબડાં છે… તો આ કેવડિયા ફળિયાના પંદર વર્ષ અગાઉ બનેલા રોડ પર ખાડા નહિ હોય તો શું હોય ?” ભલુ થજો નાસાવાળાનું… ચંદ્રના ખાડા સાથે સરખામણી કરવાનો, મોકો તો આપ્યો… નમોના એટલે કે અમારા ગુજરાતના એટલે કે ભાજપના ‘વિકાસ મોડલ’નું આ પ્રત્યક્ષ દર્શન ગામેગામ, શહેરે શહેર, પ્રત્યેક ગુજરાતી કરી રહ્યો છે, અનુભવી રહ્યો છે… પક્ષમાં આપવાના, મોનીટરને આપવાના અને અધિકારીઓમાં વહેંચવાના તે બધા ટકા તો આ ખાડાના સમ પ્રમાણમાં જ રહેવાના ને ! કોન્ટ્રાક્ટ પણ પાછા મામકાના હોય ને… એ બાપડાને થોડા શૂળીએ ચડાવાય ?

એક રસ્તાની વાત ક્યાં કૂટો છો… ઉત્તરાખંડમાં કોનું રાજ છે… બોલો જોઉં… કોંગ્રેસના વિજય બહુગુણાનું… વિજય જેવો તેવો થોડો હોય… પાછો અનેક ગુણોવાળો… ચારધામના રસ્તા, પુલ, ઘરો બધું આ વરસાદમાં ધરાશાયી થઇ ગયું તો આપણા નમોના ભાજપના રાજમાં, વાઇબ્રન્ટ ગુજરાતના તાલે તમે ઠોકર ખાઇને પણ જીવી શકો છો કે નહિ ? માન્યું કે નમો હવે ફક્ત ગુજરાતના જ નાથ નથી રહ્યા, ભારત સમ્રાટ થઇ ગયા છે… પણ કેદારનાથ, બદ્રીનાથ, અમરનાથમાં જે રહે છે તે બધા નાથોના નાથ કોની આગળ શિયાવિયા થઇ જાય ? બોલો… શક્તિ આગળ… કઇ શક્તિ ? જગદંબા… એ જ જગદંબાના અમારા નમો પાક્કા સેવક છે… વર્ષમાં બબ્બેવાર નોરતાં આવે તે તો નમોના લાભ માટે જ… આખા વર્ષમાં શરીર પર હોદ્દાનો જે ભાર ચડયો હોય તે નકોરડા અપવાસથી ઉતરી જાય… એકાંતવાસમાં જઇને જાત સાથે વાત કરીને નમો પાછા તાજા થઇ જાય… વિકાસનું ઘોડું દોડાવવા માટે… કોંગ્રેસવાળાને નમોના અશ્વમેઘની ભારે ચિંતા… તેઓનું ખચ્ચર સાલું દોડે જ નહિ… અમારા ખાડા અમારા ઘોડાને થોડા ઠેબે ચડાવે ? અમારા ઘોડા તો પવનવેગી… ખાડા ગમે તેવડા હોય કૂદાવી જાય… રાણા પ્રતાપનો ઘોડો અને સુરતના સહરા દરવાજે ઉભેલી શિવાજી મહારાજની ઘોડી… ભૂલ થઇ ગઇ… ઘોડી નહિ ઘોડો… નહિ, નહિ ઘોડો.. અરે, છોડો અને છોડો…

સુરતના સહરા દરવાજે શિવાજી મહારાજને કડોદરા, ધુલિયા, નંદરબાર તરફ જતા જોતા રાખીને નવા સુરતના નવા ટાઇમ્સના સપનાં દેખાડીને, અમારા સી.આર. સુરતના ભૂલ્યા, નવસારીના એમ.પી. થઇ ગયા… નવા સુરતના નવા ટાઇમ્સ, જૂના થઇ જતાં જેવાં તેનાં નસીબ કહીને હવે ‘સાહેબ, તેવા કાશીરામ રાણાની અદ્દલોઅદ્દલ નકલ જેવું સંસદમાં સુરત કરવાની વેતરણમાં પડયા હોય તેવું લાગે છે… નહિ તો શહેરે સુરત, શહેરે નવસારીની ખાડાઢંગી જમાત તરફ નજક જાય, જાય ને જાય જ… આ કમિટિ, પેલી કમિટિમાં બધું જ પૂર્ણ કરીને બધું જ અંકે કરી લેવાની લાહ્યમાં અમારા આ ચંદુલાલ મતદારોને ભૂલ્યા નથી. હુરતીઓ અને નવહારિયાઓ પોતાના વહાલા નેતાનો આ હુલામણા નામે ઓળખે છે કેમ ? આ નામ પોતીકું છે… ચંદ્રકાંત બોલતાં જીભને લોચા વળી જાય. પાટિલ બોલે તો યાદ આવે કે આ તો મૂળ પરાયો… સી આર બોલે તો બીજાના કોન્ફીડેન્શીયલ રીપોર્ટ (સી.આર.)ની છી… છી… ની વાસ આવે… મસ્સ મોટા કિલ્લામાં ડઝનેક કર્મચારી- કર્મચારિણી રાખીને મતદારોને સંભાળવાનો કરતબ પાછો આઇ.એસ.ઓ. માર્કાનો એમણે કેળવ્યો છે. એ બધાંને પગાર, ભથ્થું વગેરે શું આપવાનું ? એ તો બધા સાહેબની સેવા કરે છે ! બધું છે… પણ નવસારી, સુરતના સંસદીય મતવિસ્તારમાં ચંદ્રના ખાડાની હરીફાઇ કરે તેવા ખાડા અને ગાબડાં પણ છે… એ ખાડા ગાબડાં ક્યા સમપ્રમાણમાં હશે… નમો જાણે… પ્રવીણ જાણે… નરોત્તમ જાણે… ભીમજી જાણે… આ તો થોડામાં ઘણું…”

i unquote.