પાટીદાર અનામત આંદોલન : દશા અને દિશા

Hello World,

Patidar Anamat Andolan is spreading throughout  Gujarat. BJP and Government of Gujarat are sitting on tinderbox.Anything can happen any time. Apparently it appears that agitation is spearheaded by youth having no experience in agitational politics.Logistics show something different.

Having conducted successfully Anti Reservation Stir which resulted into removal of “Sarkar” – Shri Madhavsinh Solanki Government i am in a position to predict the events.

i could do it because i never depended on any one’s material support. In nutshell i financed it with my own resources. Present Patidar Anamat Andolan has self willed volunteers but it is totally dependent financially on others having own personal,different,antagonistic as well as synergistic agenda mainly arising from BJP’s internal squabbles for absolute power and position.The majority of  finance is from ill gotten money and that has different dimensions.

That time Ghanshyam Shah wrote a book on Reservation & anti reservation stir . He depended largely on news paper reports and other published materials. He was far from TRUTH. He never knew what happened and how it happened. i was spearheading and controlling it  from ” a control room”  in Surat. IT was mainly against the government which stood steadfast for reservation. This time disgruntled elements in the government are supporting it from behind the curtain.They want the agitation to go upto a limit, predetermined by a coterie . That is a flaw. Any mob can go astray and it is difficult to control miscreants who have nothing to do with agitation. The police inquiry in the format of “40 questions”  , a routine affair made many jittery.Police is supposed to behave in this way only. It is their job.They snoop and do all sorts of things unknown to present leaders.Police provides vital information to government . The tips provided help the government to twist the arms.Many times police mislead the government.i do not elaborate.

The present agitation is partly against the bureaucrats who have acquired their posts and positions due to 22+27 % of reservation quota.These bureaucrats are capable of executing mischief hitherto beyond the comprehension of idiots presiding as elected leaders and officiating ministers. The chief minister and other colleagues are experts in money spinning and that is their weakness, known and understood very well by secretaries and undersecretaries.i do not elaborate further.

Ghanshyam Shah’s work was/is acclaimed at national and international level.He attained coveted positions. well that is OK for him and his work.But as i was associated and planned events then i advise my young friends to consider all such materials as trash. One of them should go to Hong Kong to study Umbrella Revolution lead by my favourite Joshua Wong, a under 20 student. He is my teacher right now. i had opportunities to interact with him and his peers through my journalist friends in Hong kong and Beijing. i could not see him face to face. That was/is  not feasible and advisable for me. i do not elaborate. i intend to plan anti -RIL agitation on the lines of Umbrella Revolution.

The leaders of Patidar Anamat Andolan should know it to sustain the present struggle for considerable duration of time.

i come to our hot topic of the day.

પાટીદાર અનામત આંદોલન : દશા અને દિશા
પાટીદાર અનામત આંદોલનના પ્રતીકમાં દર્શાવ્યા મુજબ હળધારી , કસાયેલા શરીરવાળો , ટટટાર ડગ માંડતો કિસાન ગુજરાતને ક્રાંતિની મશાલથી અજવાળતો , દોરતો અને પ્રકાશતો દેખાય છે. ‘” અનામત અમારો હક છે. અમે લઇને જ રહીશું “ એ તેઓનો ધ્રુવ મંત્ર છે.
“છેલ્લા 10 વરસમાં ફક્ત 465 પાટીદારોને જ નોકરી મળી” . એવું ક્યાંક કહેવાયું.
તો પછી કોણ ફાવી ગયું ? તે સવાલ ખૂબ મહત્વનો છે .
અનાવિલ, બ્રાહ્મણ અને ક્ષત્રિય ,વાણિયાનો તો આ કોથળા દોડમાં કોઇ ક્લાસ નહિ.
પારસી, જૈન અને મુસ્લિમો તો ધાર્મિક લઘુમતિ ગણાય.
ઓબીસીવાળી 147 ગ્નાતિઓ 27 ટકા અનામતમાં આવે. પાટીદાર અનામત આંદોલનવાળાઓને આ 27 ટકામાં સમાવવા સામે હવે તે 147 ગ્નાતિઓનો સમૂહ રણટંકાર કરી રહ્યો છે.
પેલી 22 ટકાવાળી અનામતને તો આંગળી પણ અડકાય તેમ નથી.
ક્રુડ જેવા ધોળા અને સિંન્થેટિક હીરા જેવી ચમકદાર સફેદીવાળા રુપિયા આપનારાઓ તેઓનો ખાનગી એજન્ડા પાર પ્ડ્યે એક સાથે યા વારા ફરતી પોતાનો “ મજ્બૂત” ટેકો ક્યારે ખેંચી લેશે તેનો “નેતાઓને’ ખ્યાલ પણ નહિ આવશે !
તે સંજોગોમાં , પાટીદાર અનામત આંદોલનવાળાઓ અનામત પ્રથા સમૂળગી ( 22+ 27 ) નાબૂદ કરવાની વાત કરશે તો તેઓ બધાને રાંચી મોકલવા સ્પેશ્યલ ટ્રેઇનની વ્યવસ્થા કોણ કરશે ? ત્યાં મુંડાઓ, રમણ સિંઘો, લાલુઓ, નિતિશો, મોદીઓ હારતોરા લઇને સ્વાગત માટે તૈયાર જ હશે!
તો ક્યાં સુધી આ પાટીદાર અનામત આંદોલનનો ખેલ ચલાવવો તે સમસ્યા અત્યારથી હાર્દિક પટેલ સહિત બધાને સતાવી રહ્યો છે.
પાટીદાર અનામત આંદોલનવાળાઓને તેઓની દશા બગડે તે પહેલાં આંદોલનની દિશા અને ધ્યેય બદલવા માટે ફ્રરજ પડશે. વિક્લ્પે નવા પ્રશ્નો શોધવા અને વિચારવા પડશે.
બે કરોડની પાટીદારોની વસ્તીમાં ધરતીપુત્રો (ખેડૂતો) કેટલા ? તેમાં જમીન ધારણ કરનારા , ખેડૂત ખાતેદાર કહેવાય તેવા કેટ્લા ?
ખેડૂત ખાતેદારોને વિજળી, પાણી, કુદરતી આફ્ત , પાકની નિશ્ફળતા , ખેત પેદાશોના બિનપોશણક્ષમ ભાવો ઉપરાંત રોજે રોજ સતાવતો પ્રશ્ન સરકારી અધિકારીઓની કનડગતનો છે.
આ કે તે કોમ ,ગ્નાતિ, ધર્મના જ નહિ પણ રાજયના બધા વર્ગ અને ધર્મના પ્રત્યેક ખેડૂતને સ્પર્શતો અને પજવતો મુદ્દો દરેક સ્તરના મહેસૂલી અધિકારીઓ દ્વારા ખેડૂતોને થતી હેરાનગતિનો છે.
ગુજરાતનો જમીન મહેસૂલનો કાયદો, ગણોત ધારાનો કાયદો , જમીનની નવી અને જૂની શરત , ખેતી અને બિનખેતી ,જાત જાતના જમીન સંપાદનના કાયદા, ટુકડાનો કાયદો, શહેરી અને ગ્રામ્ય વિસ્તારોને લાગુ પડતી ટોચ મર્યાદાનો કાયદો ,ખેત મજૂરોનો લઘુત્તમ વેતન ધારો, ટાઉન પ્લાનીંગ અને ઝોનીંગનો કાયદો , એપીએમસી એક્ટ , સિંચાઇનો કાયદો , વિજળીનો કાયદો , કબજાનો કાયદો અને નિયમો જેવા કાયદાઓ સાથે ખેડૂતોને પનારો પડે છે.
આ બધી ધમાચકડીને લીધે દરેક સરકારી ડીપાર્ટમેન્ટ્ના દરેક સ્તરના કર્મચારી અને અધિકારીને તો મોકળું મેદાન જ મળ્યું છે. કાયદાની કલમ અને નિયમનું મનફાવતું અર્થઘટન કરીને અરજ્દારોને ખંખેરવાનો આવો સુવર્ણ અવસર ફરી નહિ મળે તો મોકો ચૂક્યાનો અફસોસ આખી જીંદગી રહી જાય . ગુજરાત હાઇકૉર્ટના નામદાર જજો બહુ તો કરી કરીને શું કરશે !? ચુકાદામાં આ કે તે ટીકા ક્રરશે ! તે તો તેઓ ઘણા ચુકાદાઓમાં કરી જ ચૂક્યા છે. બીજા તેવા થોડા વધુ ચુકાદાઓ લખશે.છો ને લખતા ! તેઓની તંદુરસ્તી સારી રહેશે.
ખેડૂત સમાજ હોય કે ખેડૂત સંઘ બેમાંથી એકે ય ને આ અનામતથી અલગ એવા નવા આંદોલનનો બિન રાજકીય અને બિનપક્ષીય એવો આ મુદ્દો દેખાતો નથી.. ખેડૂત વર્ગ અને અન્યોને આ નવા આંદોલનથી લાંબા ગાળાના જે લાભો થશે તે કલ્પનાતીત છે.

સરકારી અધિકારીઓનું મનસ્વી રાજ અને વર્તન ઓછાં થશે અને મહેસૂલી તેમ જ સિવિલ કૉર્ટો પરનો કાર્યબોજ આપોઆપ ઘટી જશે. મુખ્ય પ્રધાનથી શરુ કરીને વાયા સરકારી અધિકારીઓ થઇને મૂળમાંના તલાટી ક્મ મંત્રી સુધીની લાંચરુશ્વતના રુપિયાની હેરફેર બંધ નહિ થાય તો પણ ઘણી ઓછી થઇ જશે. આ સુધારો કરાવવા ગુજરાત હાઇકૉર્ટ સંવેદનશીલ હોવા છતાં તે માટે જરા પણ આગ્રહી નથી તેના કારણો વિશે એક સ્વતંત્ર અભ્યાસ લેખ લખાય તેમ છે.
આ રીતે ,ઉજળિયાત ગણાતા ખેડૂતોના બાળકોને 27 ટકાવાળા ઓબીસી ક્વોટામાં શમાવવા અત્યારે આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે ખેડૂતોને સ્પર્શતા મુદ્દાઓ માટે નવું આંદોલન શરુ કરવાની ભૂમિકા રચાઇ રહી છે. ગુજરાત હાઇકોર્ટની તેમાં અગત્યની કામગીરી રહેવાની છે.

Dated 05 Aug 2015
SANDESH.EPAPR.IN
Advertisements

Tags: , , , , , , , ,

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s


%d bloggers like this: