પાટીદાર અનામત : ધૂળ, આગ અને ધુમાડો

Hello World,

Gujarat hitherto NaMo’s Model State is undergoing unexpected experiences.Agitation For Reservation has resurfaced as an offshoot of BJP’s internal politics.Class One officers of the government are in no mood to heed any attention to Gujarat High Court’s directives delivered in several judgments to remain “well within” the periphery of law by not assuming a role of independent framer & interpreter of laws .The Gujarat High Court should take cognisance of the failure of law obviously under the protection of the politicians at the helm of the government for last twelve years or so.All judges of the Gujarat high Court should NOW convene a meeting to take stock of the situation of near anarchy in the administrative legal and quasi judicial set up. Public agitation in protest of attitudes of government officers is brewing and Gujarat High Court is/will be serving a cause to The State and rule of law by timely intervention.

i update my Facebook Post on Patidar Anamat પાટીદાર અનામત to reach a larger section through  a Blog on the current situation in Gujarat.

પાટીદાર અનામત : ધૂળ, આગ અને ધુમાડો:

પાટીદારોએ વખત જોઇને અનામતની શતરંજ માંડી છે. કહેવું પડે.

પટેલ એટલે કડવા અને લેઉવા પાટીદારો પુન: એક થઇને બિન પાટીદાર એવા નરેન્દ્ર મોદી તેમ જ અમિત શાહની રાજવટ અને ” દાદાગીરી”ને ખતમ કરવા મેદાને પ ડ્યા છે.. “ પૈસા આપણા અને રાજ એનું ” એવું થોડું ચાલે ? “ મજૂરી આપણે કરવાની અને ગાદીએ એ બેસે “ એવું હવે બસ થયું. “ એની કુહાડીના હાથા બનવા હવે પાટીદારો તૈયાર નથી ”.સુરત અને અન્યત્ર મીટિંગોમાં આવાં અનેક ઉચ્ચારણો થઇ રહ્યાં છે.  ઉત્તમ અને અધમોત્તમ યાને અધમોધમ કહેવાય એવા દાવપેચ એકબીજા સામે ,સામાવાળા સામે અજમાવાઇ રહ્યા છે.

છાપરે ચડાવેલા અને માથે બેસાડેલા મહાન નેતા ,નરેન્દ્ર મોદી અને ચાણક્યની અત્યંત નાની  ગુજરાતી આવરુત્તિ  એવા અમિત શાહનાં રાજ અને ધાક ખતમ થઇ ગયાની નિશાનીઓ  ક્ષિતિજ પર દેખાઇ રહી છે .

ભાજપના ઘણા નર અને નારીને વગર મહેનતના, લાંચરુશ્વતના રુપિયાનો સ્વાદઅને ચસ્કો લાગી ગયો છે. જે પાટીદાર નેતાઓને નમોએ ‘ સિક્રેટ ફાઇલો” યાને “ ચિત્રગુપ્તનો ચોપડો “ બતાવીને ચૂપ અને વશવર્તી

કરેલા તે બધા હવે સત્તાસુંદરી માટે અધીરા થયા છે.

કોઇને કોઇ વાતનો સંતોશ જ નથી. જેની પાસે છે તેને હજુ વધુ , તેથી ઘણું વધુ જોઇએ છે.

જે કંઇ પામ્યા નથી તેઓના અસંતોશની તો કોઇ સીમા જ નથી.

અનેક પ્રકારનાં પરિબળો સત્તા પરિવર્તન  માટે એક થયાં છે. તેઓને ગુજરાતમાં “ બીજું અનુગોધરા ” થાય  તો તેનો પણ વાંધો નથી. કેશુબાપાને પણ હવે યાદ કરાઇ રહ્યા છે. અડવાણીનો કોઇ લેવાલ કે વેચવાલ નથી. બધાને મુકેશ નીતા અંબાણીના રુપિયા જોઇએ છે પણ માથે રીલાયન્સનો જમાઇ નથી ખપતો. એ બાબતમાં પાટીદારો માટે અમિત શાહ અને દુર્ગંધ દલાલની ‘ ન્યુસન્સ વેલ્યૂ ‘ એક સરખી જ છે.  રીલાયન્સના કાથાકબલાં તત્વો  અને તેના કબાડા માટે ક્રુડ જેવા સફેદ રુપિયા તો મળવાના જ છે . દુર્ગંધની હાજરીમાં તે રક્મ ઘણી નાની થઇ જાય. એથી દુર્ગંધ દલાલની સૌરભને તો કાયમ માટે તડીપાર કરવી જ રહી. પાટીદાર અનામત આંદોલનનું આ પરિણામ પ્ણ કંઇ ઓછું નથી.

બધાને બેન આનંદી જોઇતા નથી. દરેકને તેમના ‘અવધ’ મોડેલના  વિકાસની અદેખાઇ છે.

ભાઇ નિતીને તો બેનના જેસીબીથી ચડિયાતા મોડેલની શોધ અને આયાત માટે ચીનાઓની સેવા લેવાનું લગભગ નક્કી જ કરી નાંખ્યું છે.

દુર્ગંધ (સૌરભ) પટેલ (દલાલ) ને હવે રહી રહીને પોતાના જ તાબાના અધિકારી દ્વારા થઇ રહેલી  ચૂંટણી પંચવાળી  તપાસનો તાપ લાગી રહ્યો છે. તેમાં સસુરાલના સગા મુકેશ નીતા અંબાણી મદદરુપ થઇ શકે તેમ નથી.

બેન આનંદીની જગ્યા એ ભલો ભોજીયો ભલે આવે. પણ પેલો અમિત શાહ તો કોઇ કાળે નહિ જોઇએ તે વાતે બધા ઉંદરો એક છે. તેથી આ પાટીદારોની અનામતનો ઘંટ વગાડ્યો છે. ભૂલે ચૂકે જો અમિત શાહ બેસી ગયો તો બધા પાટીદાર નેતાઓને અને બીજાઓને તો એક બે નહિ પણ પૂરા દશ વરસના કાળા પાણી જ મળે તેમ છે. હજુ તો ભાઇ અમિતે કોઇનું ‘પોલિટીક્લ એન્કાઉન્ટર’ કર્યું નથી ને આ ધમાધમ  થઇ.

સુરતના અમિત શાહ વિરોધીઓએ તો સુરતમાંથી જ ચમકદાર, પાણીદાર હીરાવાળા રુપિયા કાપડના તાકાઓમાં લપેટીને બિહાર મોક્લીને અમિત શાહનો ઘડો લાડવો કરવા અને તેમની  રાજકીય કારકિર્દીનો જ વીંટો વાળી દેવાનો તખ્તો રચી દીધો છે.

એટલે તે પછી મહાન નેતા તેની પાસેના ચોપડાનું તો અથાણું જ કરશે  ને ?

આ બધી ધમાચકડીને લીધે દરેક સરકારી ડીપાર્ટમેન્ટ્ના દરેક સ્તરના કર્મચારી અને અધિકારીને તો મોકળું મેદાન જ મળ્યું છે. કાયદાની કલમ અને નિયમનું મનફાવતું અર્થઘટન કરીને અરજ્દારોને ખંખેરવાનો આવો સુવર્ણ અવસર ફરી નહિ મળે તો મોકો ચૂક્યાનો અફસોસ આખી જીંદગી રહી જાય . ગુજરાત હાઇકૉર્ટના નામદાર જજો બહુ તો કરી કરીને શું કરશે !? ચુકાદામાં આ કે તે ટીકા ક્રરશે ! તે તો તેઓ ઘણા ચુકાદાઓમાં કરી  જ ચૂક્યા છે. બીજા તેવા થોડા વધુ ચુકાદાઓ લખશે.છો ને લખતા ! તેઓની તંદુરસ્તી  સારી રહેશે.

ખેડૂત સમાજ હોય કે ખેડૂત સંઘ બેમાંથી એકે ય ને આ અનામતથી અલગ એવા નવા આંદોલનનો બિન રાજકીય અને બિનપક્ષીય એવો આ મુદ્દો દેખાતો નથી.. ખેડૂત વર્ગ અને અન્યોને આ નવા આંદોલનથી  લાંબા ગાળાના જે  લાભો થશે તે કલ્પનાતીત છે. સરકારી અધિકારીઓનું મનસ્વી રાજ અને વર્તન ઓછાં થશે અને મહેસૂલી તેમ જ સિવિલ કૉર્ટો પરનો કાર્યબોજ આપોઆપ ઘટી જશે. મુખ્ય પ્રધાનથી શરુ કરીને વાયા સરકારી અધિકારીઓ થઇને મૂળમાંના તલાટી ક્મ મંત્રી સુધીની લાંચરુશ્વતના રુપિયાની હેરફેર બંધ નહિ થાય તો પણ ઘણી ઓછી થઇ જશે. આ સુધારો કરાવવા ગુજરાત હાઇકૉર્ટ સંવેદનશીલ હોવા છતાં તે માટે જરા પણ આગ્રહી નથી તેના કારણો વિશે એક સ્વતંત્ર અભ્યાસ લેખ લખાય તેમ છે.

મતદારો તો મહા મૂર્ખ છે. ભાજપના કમળ સિવાય તેઓ કોને મત આપવાના ? નહિ તો મતદારોએ “તાપીરેલથી સુરતના વિનાશવીર “ તરીકે સ્થપાયેલા નરોત્તમ પટેલને અને “ બેંક દફ્નવીર “ તરીકે જાણીતા મહા કૌભાંડી સી.આર.પાટિલને ચૂંટ્યા જ ન હોત. અલબત્ત ભ્રશ્ટાચારના આ બેઉ જીવતા જાગતા પાળિયાઓ ચૂંટાયેલા તો મહાન નેતા  “ન મો” ના નામે અને કામે. પરંતુ  હવે જ્યારે “ ન મો “નો રાજકીય અસ્તાચળ શરુ થયો છે ત્યારે આ બેઉ અપ્રસ્તુત નહિ થાય તો જ નવાઇ  .

અત્યારે તો નાગરિકોની મનોસ્થિતિ ‘કમળ’માં બંધ રહીને કલ્પના વિહાર કરતા  ભમરા જેવી છે.

“ હા હન્ત હન્ત નલિનીમ ગજ ઉજ્જ ……”

.

Advertisements

Tags:

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s


%d bloggers like this: