Das Unfolds Kesariya Brigade’s Mat

વર્તમાન પ્રવાહ
સુરત અને દમણથી પ્રકાશિત ગુજરાતી દૈનિક
તા. ૨૦-૭-૨૦૧૩
વર્તમાન પ્રવાહ આપણો, સૌનો અરીસો
ભરત શાહ, સુરત
કેસરિયાઓની ચટાઇ અને દાસ
આજકાલ સેવા કરવાની હરીફાઇ ચાલી છે. મેદાન છે મુગલીસરાનું મહાનગર સેવાસદન યાને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન યાને સુરત મહાનગરપાલિકા. પ્રત્યેક નગરસેવક અને નગરસેવિકાને એવું પદ જોઇએ છે જેમાંથી ‘બે પૈસા’ નહિ ‘રૃપિયાના બંડલો’સેવા શુલ્ક તરીકે ડાબા હાથે લેવામાં સરળતા રહે અને કોઇ પણ પ્રકારના સ્ટીંગ ઓપરેશનમાં ઝડપાઇ નહિ જવાય. દક્ષિણ ગુજરાતની બે કો-ઓપરેટીવ બેન્કોની લોથ વાળી દેનારા મહાઅનુભવી રોકડપટુ બધાને ‘લેસન’ આપે કે મીડિયાવાળાથી કઇ રીતે દૂર રહેવું. ખાટલે મોટી ખોટ એ કે બધાને કોઇપણ સાર્થક કામ કર્યા વિના મીડિયામાં – અખબારોમાં, ટીવી, ફેસબુક પર ફોટા સાથે રોજેરોજ ‘ચમકવું’ છે. એટલે ગિલિન્ડર મહાગુરુ એવું શીખવે કે મીડિયાવાળાને ચા-પાણી-નાસ્તો કરાવીને પટાવી દેવાના. લેપટોપ, કમ્પ્યુટરનું જ્ઞાાન નહિ હોય તો ઓપરેટરને નોકરીએ રાખીને ઠેઠ નમો સુધી ‘નમોને નમન’ના સંદેશા મોકલતા રહેવું, જેથી એવું લાગે કે આ કાર્યકર્તા ફક્ત નામના નથી પણ કામના પણ છે.
હવે, કામ કઇ રીતે કરવું, કરાવવું એના ધોરણો પણ ‘આગુ સે ચલી આઇ’ પ્રથા મુજબના જ હોવાના. સ્ટીંગ ઓપરેશન કરનારાથી યા પાપારાઝી તસવીરપટુઓથી બચવા વચ્ચે એક દલાલ, સેક્રેટરી, એજન્ટ, વચેટિયો એવો વિશ્વાસુ રાખવો જેથી રૃપિયાની ટોપલી કે ટોપલાનો ભાર એણે જ ખભે લેવો પડે અને આપણે એટલેકે નગરસેવકો, નગરસેવિકાઓ ચોખ્ખા ચટ રહી શકે. એને આ મજૂરી પેટે ‘કામની કુલ રકમ’નો એક ટકો આપી દેવાનો. બે ટકા પક્ષમાં (ભાજપનું રાજ છે એટલે સ્વાભાવિક રીતે ભાજપમાં) ફરજીયાત જમા કરાવવાના. બે ટકા પક્ષનો જે મોનીટર હોય તે સ્વાભાવિક રીતે રાખે. જે નગરસેવક, નગરસેવિકા નથી તેવા ચૂંટણીને લીધે કપાળે તિલક કરાવીને ગાંધીનગર યા નવી દિલ્હી સુધી લાંબા થનારા મહા અને લઘુ રોકડપટુઓ થોડા બાકી રહે ?! બે ટકા જેવી રકમ બળિયાના બે ભાગના હિસાબે વહેંચાય. આ બધું કમઠાણ તો ધોળિયા, ભગવા અને ત્રિરંગી યા કો’કવાર ચતુરંગી છાપ ધરાવનારાનું જેઓએ વાસ્તવમાં ઠરાવો પસાર કરવા કરાવવામાં ‘સંકલન’ સિવાય કશું કરવાનું નથી.
કોન્ટ્રાક્ટ, મંજૂરી, નિમણૂંક, છટણી અને ‘ચટણી’ બનાવવાનું કામ સંકલન સમિતિમાં થાય જેનું કોઇ બંધારણ યા બંધારણીય અસ્તિત્વ નથી. બધા સેવકો અને સેવિકાઓ એવો ફાંકો અને આગ્રહ રાખે કે તેઓને પૂછયા વિના, સંમતિ લીધા વિના અને ખાસ તો તેઓની જાણ વિના બારોબાર કશું ‘સુઓ મોટો’ નહિ કરવાનું કે તેવી ફુટવા જેવી તોપનું સુરસુરિયું નહિ કરવાનું. રાજ્યકક્ષાએ અને દેશના પક્ષના વડામથકે ‘નમો’ જેવું કરે કે કહે તેવું કરવાની કે કહેવાની નકલ નહિ કરવાની. નમો એ નમો છે કે છોટા યા બડા ભીમ નહી.નમોની નકલ પણ ક્યારેય નહી કરવાની. કેમ ? બાકીનાઓ તો નમો થકી છે, નમોની નકલ સુધ્ધાં ! બધાએ ફક્ત નમોનો માસ્ક પહેરવાનું યાદ રાખવાનું. બાકી બધું નમોની કે ફળદાયી દેવદેવી મારફતે જે સુચના આવે તેને પૂર્ણપણે પૂર્ણ કરવાની ચીવટ રાખવાની. આ તો બધું રૃસ્તમોના મથકે યા રોકડપટુ સાહેબના ઘરે યા કિલ્લે કરવાનું. મુગલીસરામાં તો મહાનગરના ગણવેશધારીઓને હાથમાં રાખીને હિસાબ કિતાબ કરવાના.
જે હિસાબે પેટ્રોલ, ડિઝલ અને સીએનજી સસ્તા થાય તેના પ્રતિમેળમાં મોંઘવારી વધે એટલે મુગલીસરાના સેવાસદનમાં અને શહેરની હદમાં જ્યાં ત્યાં ઝોનલ ઓફિસમાં પથારા લઇને બેઠેલા ગણવેશધારીઓમાં અંદાજે દસ ટકા વહેંચાઇ જાય. ત્યાં વહેંચણીમાં હોદ્દા અને સત્તા મુજબનો ભાગ હોય ! જે તે ડિપાર્ટમેન્ટનું કામ હોય તે ડિપાર્ટમેન્ટમાં પટાવાળા સુધ્ધાંને એનો હિસ્સો પહોંચે તેવો સભ્ય સમાજવાદ પ્રવર્તે છે. અસભ્ય કેસરિયાવાદ તો ચૂંટાયેલા હોય અને આ કે તે કમિટિમાં જામી ગયા હોય તેઓને જ વળગાડની જેમ વળગે. તેઓ બધું જાણીને અજાણ થઇ જાય અને કહે કે બધું અમને પૂછયા વિના જ સુઓ મોટો કરી નાંખ્યું,તેથી એણે જેટલાં આવાં કામો સ્થાયી સ્વરૃપે ૧૫ થી ૪૦ વર્ષના પટે આપ્યાં હોય તેવાં બધાં કામોને અસ્થાયી કરવાની હવે તજવીજ કરો અને નગરને અને સુરત મહાનગરપાલિકાને એક કામમાં ૪૦ વર્ષમાં ૬૦ કરોડનું નુકસાન કરાવીને ટેન્ડર ભરવાવાળાને તેટલો લાભ કરાવ્યો તો તેના પ્રસાદનાં નાણાં તે ગમે તેવો નમોની નકલ કરવાવાળો મોટો ભીમ હોય તો તે તેના પેટમાંથી કઢાવો !
આ બધી ભાંજગડમાં વિરોધપક્ષે કોંગ્રેસવાળા જે બેઠેલા તેઓએ અજાણ રહેલાઓને જગાડયા તેનો બદલો કઇ રીતે આપવો ? તેઓ સાથે અને રોજેરોજ કૂકડેકૂક કરનારાઓને ચારો કોણે કેટલો નાંખવો તે હવે રોકડપટુ દિલ્હી બાઉન્ડ કલાકારને જ આપો. તેના કિલ્લાના ભંડારિયા સામે તો ઇન્કમટેક્ષવાળા પણ જોવાની હિંમત કરતા નથી. સૌથી મોટી ચિંતા રૃસ્તમોના સોહરાબની છે. આઇઆઇટી એન્જિનીયર અને ઉપરથી પાછો આઇએએસ ! મ્યુનિસિપલ એક્ટના હિસાબે તો તે સોહરાબ જ છે ! કેસરિયાઓએ જે ચટાઇ ગુંથેલી તેને આ વહીવટી દાસ બાવાએ ખોલી નાંખી. એવું તે બધામાં નહિ કરે તેની શી ખાતરી ? કરે તો શું ? આ તો થોડામાં ઘણું….

Tags: , , , , , , , ,

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s


%d bloggers like this: